When Priyanka Chopra Revealed That She Was Yelled By Choreographer Throughout The Shoot Of Andaaz | 40 ટેક પછી પણ પરફેક્ટ શોટ ના આપતા કોરિયોગ્રાફરે પ્રિયંકાને સેટ પર ખખડાવી હતી

/
/
/
9 Views

Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાનો જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઇ રહ્યો છે. તેમાં તેણે કરિયરની શરુઆતના દિવસો વિશે વાત કરી. પ્રિયંકાએ વર્ષ 2003માં આવેલી ‘અંદાઝ’ ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે દેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના એક સોંગના શૂટિંગ દરમિયાન જ્યારે 40 રિટેક પછી પણ પ્રિયંકાએ સરખા શોટ ના આપ્યા ત્યારે કોરિયોગ્રાફરે તેને ખખડાવી હતી.

કોરિયોગ્રાફરે માઈક ફેક્યું હતું
પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે મારા ફર્સ્ટ સોન્ગ્સમાંનું એક હતું. તે સમયે માટે કઈક અચીવ કરવું હતું. મને યાદ છે કે, જ્યારે 40 ટેક પછી પણ શોટ સરખો ના આવ્યો તો કોરિયોગ્રાફર રાજુ ખાન(સરોજ ખાનનો દીકરો)એ પોતાનું માઈક ફેંકી દીધું અને કહ્યું, ‘તું માત્ર મિસ વર્લ્ડ છે, એટલે તને લાગે છે કે તું એક્ટ્રેસ બની શકીશ? જા પહેલા ડાન્સ કરતા શીખીને આવો, એ પછી પર્ફોર્મ કરજે.’

વધુમાં પ્રિયંકાએ કહ્યું કે, ‘તે દરમિયાન અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલને લેબર પેન શરુ થઇ તો શેડ્યુલ અમુક સમય માટે રોકી દીધું હતું. આ સમયનો ઉપયોગ મેં કથક શીખવામાં કર્યો. જો તમે કઈ જાણતા નથી, જો તમે કોઈ વસ્તુ મેળવવાની મહત્ત્વકાંક્ષા રાખો છો, તમે બધી તૈયારી કરશો તો પોતાને અન્ય કરતાં સારા બનાવી શકશો.’

પ્રથમવાર અભ્યાસનું મહત્ત્વ સમજાયું
પ્રિયંકાને કથક પંડિત વીરુ કૃષ્ણને શીખવાડ્યું હતું. આ માટે તે રોજ 6-6 કલાક અભ્યાસ કરતી હતી. અહિથી જ તેને અભ્યાસનું મહત્ત્વ સમજાયું કારણકે કથક શીખ્યા પછી તે સેટ પર પરત આવી તો પહેલા કરતાં સારી ડાન્સર હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :