West Bengal Election: EVM and VVPAT discovered from TMC chief’s home, officer suspended. ટીએમસી નેતાના ઘરેથી EVM અને વીવીપેટ મળી આવ્યાં, અધિકારી સસ્પેન્ડWest bengal meeting election 2021: પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી દરમ્યાન ઈવીએમને લઈ વિવાદ ચાલુ છે. ત્રીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 31 સીટ માટે સવારે 7 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. મતદાન દરમ્યાન પશ્ચિમ બંગાળની ઉલુબેરિયામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ જપ્ત થયાં છે. ચૂંટણી પંચે આ મામલે સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરી નાખ્યા છે. ચૂંટણી પંચે ઘટના પર જાણકારી આપતા કહ્યું કે, સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ રિઝર્વ ઈવીએમ હતું જેને હવે ચૂંટણી પ્રક્રિયાથી હટાવી દેવામાં આવ્યું છે. આમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. રાજ્યમાં પાંચ તબક્કાના મતદાન થવાના બાકી છે. 2 મે 2021ના રોજ મતગણતરી થશે.

ચૂંટણી પંચે કહ્યું કે મામલામાં સેક્ટર અધિકારી સાથે જોડાયેલા સેક્ટર પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરોક્ત ઈવીએમ અને વીવીપેટને સ્ટૉકથી બહાર કરી દેવામાં આવ્યાં છે અને ચૂંટણીમાં તેનો ઉપયોગ નહિ કરાય.

જો કે ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના જે નેતાના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યાં છે તે નેતાનું નામ નથી જણાવ્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા ગૌતમ ઘોષના ઘરેથી ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યાં છે.Source link