Varun Dhawan-Sara Ali Khan starrer ‘Coolie No. 1’ trailer launched, to be streamed on OTT on December 25 | વરુણ ધવન-સારા અલી ખાન સ્ટારર ‘કુલી નંબર 1’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, 25 ડિસેમ્બરે OTT પર સ્ટ્રીમ થશે
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
વરુણ ધવન તથા સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કુલી નંબર 1’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્રિસમિસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા-કરિશ્મા કપૂરની ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે.
ફિલ્મમાં વરુણ-સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, જ્હોની લીવર, રાજપાલ યાદવ છે. ફિલ્મને વાસુ ભગનાની તથા જેકી ભગનાનીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ ફેમિલી કોમેડી છે.
ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં વરુણ ધવને ફિલ્મના લોકપ્રિય ગીત ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ પર પર્ફોમ કર્યું હતું. સારા તથા પરેશ રાવલ ચંદીગઢથી લાઈવ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલા પહેલી મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, લૉકડાઉનને કારણે થિયેટર બંધ હોવાથી આ ફિલ્મ અંતે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.