TV Actress Preity Talreja alleges assault, threats by husband after faux ‘Nikah’ in a mosque | ‘કૃષ્ણાદાસી’ ફૅમ પ્રિટીનો પતિ પર આક્ષેપ- મસ્જિદમાં નિકાહ કર્યાં પરંતુ નામ ના બદલ્યું, હવે પતિ મારપીટ કરે છે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ7 મિનિટ પહેલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ પ્રિટી તલરેજાએ પતિ અભિજીત પેટકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પ્રિટી સતત સોશિયલ મીડિયામાં પોતાની સાથે થઈ રહેલી મારપીટ અંગે લખતી આવી છે. તે સૌ પહેલાં મુંબઈ પોલીસ પાસે પોતાની ફરિયાદ લઈને ગઈ હતી પરંતુ કોઈએ તેની વાત ના સાંભળી તો તેણે સોશિયલ મીડિયામાં CM ઉદ્ધવ ઠાકરે, PMOને ટૅગ કરીને પોતાની આપવીતી કહી હતી.
હવે, ખડકપાડા કલ્યાણ પોલીસે પ્રિટીની ફરિયાદ પર તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો છે. ફરિયાદની નકલ સુમન હોલેએ શૅર કરી હતી.
શું છે પૂરો ઘટનાક્રમ?
પ્રિટીએ જીમ ઓનર અભિજીત પેટકર સાથે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. થોડાં દિવસ પહેલાં જ પ્રિટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને મહારાષ્ટ્ર સરકાર, પોલીસ તથા અન્ય લોકો પાસે મદદ માગી હતી. પોતાની પોસ્ટમાં પ્રિટીએ કહ્યું હતું કે તેનો પતિ અભિજીત મુસ્લિમ છે અને બંનેએ મસ્જિદમાં નિકાહ કર્યાં હતા. જોકે, તેમને મસ્જિદમાંથી કોઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. હવે અભિજીત, પ્રિટીને ધર્મ બદલવાની વાત કહીને મારપીટ કરે છે.
પ્રિટીએ મારપીટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે.

એક પોસ્ટમાં પ્રિટીએ લખ્યું હતું કે તેના પતિ અભિજીતે તેને એમ કહ્યું હતું કે તે મુસ્લિમ છે પરંતુ ધર્મ પરિવર્તનના કોઈ દસ્તાવેજ તેની પાસે નથી. તે અત્યારે પણ લીગલ ડોક્યુમેન્ટ્સમાં પોતાનું નામ અભિજીત પેટકર જ લખે છે. તે ત્રણ વર્ષથી પ્રેમના નામે તેની સાથે વિશ્વાસઘાત કરતો હતો. શું સારા ભવિષ્ય માટે કોઈને પ્રેમ કરવો અથવા કોઈની પર વિશ્વાસ કરવો એ ભૂલ છે.