Hit enter after type your search item
GujjuShare

Share Your Story

the kapil sharma present krushna-abhishek-on-bharti-singh-i-stand-by-bharti-she-has-my-unconditional-support | ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહને કપિલ શર્માના શોમાંથી હાંકી કાઢવાની ચર્ચા પર કૃષ્ણા અભિષેકે કહ્યું- હું અને કપિલ તેની સાથે છીએ

/
/
/
14 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડ્રગ્સ કેસમાં ફસાયેલી કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કહેવાય છે કે ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ ભારતીને ‘ધ કપિલ શર્મા’માંથી હાંકી કાઢવામાં આવી છે. ચેનલે ભારતીને શોમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે જ્યારે શોના અન્ય કલાકાર કૃષ્ણા અભિષેકને પૂછવામાં આવ્યું તો તેણે આ વાતનું ખંડન કર્યું હતું.

‘હું ભારતીની સાથે’
કૃષ્ણાએ કહ્યું હતું, ‘મેં ચેનલ તરફથી હજી સુધી આવી કોઈ વાત સાંભળી નથી. ચેનલે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. જો આવું કંઈ પણ થયું તો હું ભારતીને સપોર્ટ કરીશ. તેણે કામ પર પરત આવવું જોઈએ, જે થવાનું હતું એ થઈ ગયું. હું અને કપિલ શર્મા તેની સાથે ઊભા છીએ. કપિલે એમ પણ કહ્યું હતું કે તેને ભારતીને બહેન કહેવા પર ગર્વ છે અને ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, તે હંમેશાં તેને સાથ આપશે.’

કૃષ્ણાએ એક ઈન્ટરવ્યૂમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. રાજુએ ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં તેની ઘણી જ ટીકા કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે કપિલ શર્માની પૂરી ટીમ રાજુથી ઘણી જ નારાજ છે. તેણે બહુ જ બકવાસ કર્યો હતો. તેણે જે પણ કહ્યું તે શોકિંગ હતું. તેણે બધા સાથે લાઈફટાઈમ રિલેશન ખરાબ કરી નાખ્યા.

કોણ છે ભારતી સિંહ?
ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા માળે છે. ભારતીએ 2017માં રાઈટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતીએ પોતાની કરિયરની શરૂઆત ‘ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સાથે કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ કોમેડી શોમાં કામ કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :