The 101 Greatest Endings in Movies indian film lagaan and apur sansar Feature in list | આમિર ખાનની ‘લગાન’ તથા સત્યજીત રેની ‘અપૂર સંસાર’ દુનિયાની બેસ્ટ મૂવી એન્ડિંગ ફિલ્મમાં સામેલ, વલ્ચરે ટોપ 101 લિસ્ટ બનાવ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
મેગેઝિન વલ્ચરે 101 બેસ્ટ એન્ડિંગ મૂવી લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં ભારતની ત્રણ ફિલ્મ સામેલ છે. ભારત માટે આ ગૌરવની વાત છે. જોકે, મીરા નાયરની ફિલ્મ ‘સલામ બોમ્બે’ લિસ્ટમાં સામેલ નથી, પરંતુ તેનો ઉલ્લેખ 15 એવી ફિલ્મમાં કરવામાં આવ્યો છે, જેનું એન્ડિંગ બેસ્ટ છે પણ લિસ્ટમાં સામેલ થઈ શકી નથી.
આમિરની ફિલ્મ 90મા નંબરે
આશુતોષ ગોવારિકરના ડિરેક્શનમાં 2001માં બનેલી ‘લગાન’ 90મા ક્રમે છે. સત્યજીત રેની ફિલ્મ ‘અપૂર સંસાર’ 41મા સ્થાને છે. આ ફિલ્મ 1959માં આવી હતી. લિસ્ટ બનાવનાર ટીમે દરેક ડિરેક્ટરની ફિલ્મ જોઈ હતી અને પછી આ યાદી બનાવી હતી. વલ્ચરની ટીમે લિસ્ટ શૅર કરતાં કહ્યું હતું, ‘અમે ટોન, ઓરિજિન, ઑથરશિપ, સબ્જેક્ટ મેટર તથા પ્રકારની ડાયવર્સિટી રાખી છે. અમે ફિલ્મના અંતમાં એ જોયું કે તેમાં શું ખાસ છે. સૌથી જરૂરી ફિલ્મનું ટાઈટલ એન્ડિંગ સાથે મેચ થાય તે જરૂરી હતું. આ વાતે વલ્ચર ટીમને ફિલ્મ સાથે કનેક્ટ કરી હતી. વલ્ચરે પોતાની વેબસાઈટ પર પણ 101 ફિલ્મના એન્ડિંગ સીન શૅર કર્યાં છે.
વર્લ્ડ સિનેમામાં ‘અપુ’ ટ્રાયોલોજીની મહત્ત્વપૂર્ણ યોગદાન
સત્યજીત રેએ ‘અપૂર સંસાર’ બનાવીને વર્લ્ડ સિનેમાને આપેલું સૌથી મોટું યોગદાન છે. એક પિતા પોતાના દીકરાની સરખી રીતે દેખરેખ રાખી શકતો નથી, કારણ કે દીકરાને જન્મ આપ્યા બાદ પત્નીનું મોત થઈ જાય છે. દર્દ, નુકસાન, ઈજા, ક્રાફ્ટિંગ એન્ડિંગ દિલને સ્પર્શી જાય છે. આથી ફિલ્મ આ યાદીમાં સ્થાન બનાવી શકી છે. ઉલ્લેખનીય છે કે વલ્ચર અમેરિકા સ્થિત એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ છે.