south tremendous star Rajinikanth stated, My choice last | રજનીકાંતનો રાજકારણમાં આવવા દબાણ કરતાં ચાહકોને નામ મેસેજ, કહ્યું- ‘મને વારંવાર તકલીફ ના આપો’
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈએક મિનિટ પહેલા
- કૉપી લિંક
રજનીકાંતે ફરી એકવાર રાજકારણમાં ના આવવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. સોમવાર, 11 જાન્યુઆરીના રોજ રજનીકાંતે ચાહકોને નામ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. રજનીકાંતે તમિળમાં શૅર કરેલી આ પોસ્ટમાં કહ્યું હતું, ‘મેં પહેલાં જ વિગતવાર કહ્યું છે કે હું કયા કારણોસર રાજકારણમાં આવીશ નહીં. મહેરબાની કરીને મને વારંવાર તકલીફ ના આપો અને આ પ્રકારના આયોજન કરીને મને રાજકારણમાં આવવાનું ના કહો.’
ડિસેમ્બરમાં રાજકારણમાં ના આવવાનો નિર્ણય લીધો હતો
29 ડિસેમ્બરના રોજ રજનીકાંતે ખરાબ સ્વાસ્થ્યની વાત કરીને રાજકારણમાં ના પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ચૂંટણી લડ્યા વગર જ લોકોની સેવા કરશે. રજનીકાંતે કહ્યું હતું, ‘ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. મને ડૉક્ટરે કહ્યું છે કે મારા બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો મારી કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.’ વધુમાં રજનીકાંતે કહ્યું હતું, ‘મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો.’
ડૉક્ટર્સે આરામ કરવાની સલાહ આપી હતી
સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર વધ-ઘટ થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. તેમને બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર્સ એક અઠવાડિયું સંપૂર્ણ આરામ કરવાનું તથા ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડી હતી.
2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.