Shabana Saeed’s Medical Earlier than Courtroom Look, NCB Summons Feroze Nadiadwala For Questioning | પ્રોડ્યુસર ફિરોઝ નડિયાડવાલાને કસ્ટડીમાં લઇને NCB પૂછપરછ કરી રહી છે, ઘરેથી 10 ગ્રામ ગાંજો મળતા પત્નીને અરેસ્ટ કરાઈ હતી
6 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફિરોઝ નડિયાડવાલાને અગાઉ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ પહેલાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ડ્રગ્સ કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ સોમવારે ફિરોઝ નડિયાડવાલાને કસ્ટડીમાં લઇ લીધા છે. તેમની NCB ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. આ પહેલાં રવિવારે તેમના પત્ની શબાના સઈદને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ઘરેથી 10 ગ્રામ ગાંજો મળ્યો હતો. એજન્સી આજે શબાનાને રિમાન્ડ માટે NCB કોર્ટમાં રજૂ કરશે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં સોમવારે તેમનું સવારે સાયન હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું.
NCBએ સોમવારે ફિરોઝને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે સમયે રેડ પાડી ત્યારે ફિરોઝ ઘરે હાજર ન હતા. રવિવારે લાંબી પૂછપરછ પછી શબાનાને અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. આ સિવાય ડ્રગ્સ રાખવાના કેસમાં 4 અન્ય લોકોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગાંજો, ચરસ, MD અને રોકડ મળ્યા હતા.
NCBએ 7-8 નવેમ્બરની રાતથી જ ઘણા ડ્રગ્સ પેડલર્સના ઘરે રેડ પાડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ફિરોઝ નડિયાડવાલાનું નામ ડ્રગ્સ કેસમાં પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં સામે આવ્યું, ત્યારબાદ શનિવારે સાંજે NCB અધિકારીઓએ નવી મુંબઈ અને મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં રેડ પાડી હતી.
25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે ફિરોઝ
ફિરોઝ જાણીતા ફિલ્મમેકર સાજિદ નડિયાડવાલાના કઝીન છે અને 25 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમણે ‘વતન કે રખવાલે’ (1987), ‘કારતૂસ’ (1999), ‘આન: મેન એટ વર્ક’ (2004), ‘ફિર હેરા ફેરી’ (2006), ‘વેલકમ’ (2007) અને ‘વેલકમ બેક’ (2015) જેવી ફિલ્મો બનાવી છે.

આ ફોટો NCB ઓફિસથી શબાનાને મેડિકલ માટે લઇ જવા દરમ્યાનનો છે.
અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડનો ભાઈ પણ અરેસ્ટ થયો
ડ્રગ્સ કેસમાં ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે. અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. NCB અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ સિવાય ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. તે બંને પર મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હોવાનો આરોપ છે.