Riya Chakraborty to Bharti Singh: Celebs caught by NCB in drug case | રિયા ચક્રવર્તીથી ભારતી સિંહઃ ડ્રગ્સ કેસમાં NCBની અડફેટે ચડેલાં સેલેબ્સ

/
/
/
8 Views

Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી તેને ‘ન્યાય’ અપાવવાના નામે શરૂ થયેલી ઝુંબેશ અનેક ગલીકૂંચીઓ અને રાજકારણના આટાપાટામાંથી પસાર થતી છેવટે ડ્રગ્સના ‘રાજમાર્ગ’ પર આવી. તપાસનો દોર પણ સ્થાનિક પોલીસથી શરૂ થઈને CBI, ED અને છેવટે NCBના હાથમાં આવ્યો. વિવિધ સેલિબ્રિટીઓ અને તેમના સપોર્ટિંગ સ્ટાફને સાણસામાં લેવાનું કામ પણ સૌથી વધુ NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂતની નજીકના લોકોની જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈને વાઇરલ થતાં NCBએ તેના પરથી એક્શન લેવાનું શરૂ કર્યું હતું. શનિવારે સવારે NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનાં ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં અમુક માત્રામાં ગાંજો મળી આવતાં આ દંપતીને NCBની કચેરીએ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યું છે. દિવાળીના થોડા દિવસ પહેલાં બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડને પણ NCBએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. જૂન મહિનામાં સુશાંતના અપમૃત્યુથી શરૂ થયેલા આ દોરમાં અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતનાં મોટાં નામ NCBની અડફેટે ચડી ગયાં છે અને તેમણે મીડિયાની વીંધી નાખતી નજરોની વચ્ચે NCBની ઑફિસે હાજરી આપવી પડી હતી. અત્યાર સુધીમાં NCBએ ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકો તથા સંખ્યાબંધ ડ્રગ પેડલર્સની પૂછપરછ કરી છે અને 27થી વધુ ધરપકડ કરી છે. પરંતુ સૌથી વધુ ધ્યાન કાયદાની સામે વામણા થઈ પડેલા સેલેબ્સે જ ખેંચ્યું હતું.

અત્યાર સુધીમાં કયાં કયાં સેલેબ્સ NCBની અડફેટે ચડી ગયાં છે તેની સંપૂર્ણ યાદી આ રહીઃ

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી

અભિનેત્રી રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂત સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતી. રિયાના ભાઈ સાથે પણ સુશાંતને સારા સંબંધો હતા અને તેમણે સાથે મળીને બિઝનેસની પણ શરૂઆત કરી હતી. સુશાંત સાથે કનેક્શન ધરાવતી રિયા અને શોવિકની વ્હોટ્સએપ ચેટ લીક થયા બાદ NCB સક્રિય થયું હતું. NCBએ પહેલાં રિયા અને શોવિકને પૂછપરછ માટે બોલાવ્યા બાદ બંનેની ‘નેશનલ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ’ હેઠળ ડ્રગ્સના કથિત સેવન તથા પોતાની પાસે રાખવા બદલ ધરપકડ કરી હતી. જોકે પાછળથી રિયાને જામીન મળી ગયાં, પરંતુ તેનો ભાઈ શોવિક હજુ પણ જેલના સળિયા પાછળ છે. પોતાનાં નિવેદનોમાં રિયાએ સ્વીકાર્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો.

દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ

રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ એકદમ ગરમ થઈ ગયેલા માહોલમાં NCBએ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તેડું મોકલ્યું હતું. દરઅસલ, દીપિકા અને કરિશ્માની 2017ના વર્ષની એક જૂની વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી, જેમાં તે બંને ‘માલ’ વિશે વાત કરી રહ્યાં હતાં. NCBએ સમન્સ મોકલ્યું તે વખતે દીપિકા ગોવામાં શૂટિંગ કરી રહી હતી. ત્યાંથી પરત આવીને તેણે NCBની ઑફિસમાં હાજરી આપી હતી. જોકે પાછળથી NCBએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે દીપિકા અને તેની મેનેજર કરિશ્માએ માલ, વીડ, હેશ, ડૂબ જેવા શબ્દોનો ઉપયોગ માત્ર કોડનેમ તરીકે કર્યો હતો. કરિશ્મા પ્રકાશ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની KWAN માટે કામ કરતી હતી.

આ પણ વાંચોઃ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ:ભારતીના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો, પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત કબૂલી

રકુલ પ્રીત સિંહ

NCBની અડફેટે આવેલી બોલિવૂ઼ડની ટોચની સેલિબ્રિટીઓમાં રકુલ પ્રીત સિંહનો પણ સમાવેશ થતો હતો. મીડિયા રિપોર્ટ્સમાં બહાર આવેલી માહિતી પ્રમાણે 26 સપ્ટેમ્બરના રોજ NCB સમક્ષ ઇન્ટરોગેશનમાં રકુલે રિયાનું નામ લઇને કહેલું કે રિયા ચક્રવર્તી પોતાના ઘરે ડ્રગ્સ ડિલિવર કરાવતી હતી. પરંતુ બીજા જ દિવસે રકુલે દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી કે મીડિયામાં ચાલતી માહિતી તદ્દન ખોટી છે અને તે બંધ થવી જોઈએ.

શ્રદ્ધા કપૂર

NCBએ ડ્રગ કેસમાં બોલાવેલી મોટી સેલિબ્રિટીઓમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ હતું. સુશાંતના પાવના ખાતે આવેલા ફાર્મ હાઉસ પર થયેલી પાર્ટીમાં શ્રદ્ધા પણ આમંત્રિત હતી. મીડિયામાં ચાલેલી માહિતી પ્રમાણે શ્રદ્ધાએ NCB સમક્ષ સ્વીકાર્યું કે એણે રિયા ચક્રવર્તીની ભૂતપૂર્વ મેનેજર જયા સાહા સાથે ચેટ્સ એક્સચેન્જ કરી હતી.

સારા અલી ખાન

સૈફપુત્રી સારા અલી ખાનને પણ NCBએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી. સારાએ સુશાંત સાથે કેદારનાથ ફિલ્મમાં કામ કર્યું હતું. સુશાંતના ભૂતપૂર્વ ફ્લેટમેટ અને સાથીદાર એવા સેમ્યુ્લ હૉકિપે આપેલી માહિતી પ્રમાણે સુશાંત અને સારા બંને રિલેશનશિપમાં હતાં, પરંતુ સોનચીડિયાની નિષ્ફળતા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયેલું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સારાએ ડ્રગ્સ લીધાનો ઇનકાર કર્યો હતો.

સિમોન ખંભાતા

રિયા ચક્રવર્તીએ લીધેલાં નામોમાં એક નામ ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાનું પણ હતું. એટલે તેને પણ NCBનું તેડું આવેલું. લીક થયેલી વ્હોટ્સએપ ચેટમાં તેણે કથિત રીતે ડ્રગ્સની માગણી કરેલી.

જયા સાહા અને શ્રુતિ મોદી

સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહા બંનેની NCBએ પૂછપરછ કરી હતી. જયા સાહા મુંબઈ સ્થિત ટેલેન્ટ મેનેજર છે જે KWAN ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની માટે કામ કરે છે. આ કંપની વતી એણે સુશાંત માટે પણ કામ કરેલું. શ્રુતિ મોદીએ એવો દાવો કરેલો કે રિયા સુશાંતનાં નાણાંનું મેનેજમેન્ટ સંભાળતી હતી.

મધુ મન્ટેના​​​​​​​

સપ્ટેમ્બર મહિનામાં જ NCBએ ફિલ્મ પ્રોડ્યુસર મધુ મન્ટેનાને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. મધુ મન્ટેનાનું નામ જયા સાહા સાથેની પૂછપરછ દરમિયાન ઊછળ્યું હતું. મધુ મન્ટેનાએ અગાઉ ‘ઉડતા પંજાબ’ ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી હતી, જેના કેન્દ્રમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર જ હતો.

અર્જુન રામપાલ​​​​​​​​​​​​​​

આ સમગ્ર ‘બોલિવૂડ ડ્રગ્સ પ્રકરણ’માં અર્જુન રામપાલ પહેલો પુરુષ સ્ટાર બન્યો, જેને NCBનું તેડું આવ્યું હોય. આ પહેલાં NCB દ્વારા માત્ર મહિલા કલાકારોને જ ટાર્ગેટ બનાવાતી હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. NCBએ પહેલાં અર્જુન રામપાલના ઘરે દરોડો પાડીને કેટલીક પ્રતિબંધિત દવાઓ તથા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબ્જે કર્યા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે તેને અને તેની ગર્લફ્રેન્ડ તથા લિવ ઇન પાર્ટનર ગેબ્રિયેલા દેમેત્રિએડ્સને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. સાથોસાથ ગેબ્રિયેલાના ભાઈ એગિસિલાઓસ અને એક ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ પૉલ બાર્ટેલની ધરપકડ કરાઈ હતી. જોકે અર્જુન રામપાલે પોતાની પાસેથી મળેલી દવાઓનું યોગ્ય પ્રિસ્ક્રિપ્શન હોવાની વાત કરી હતી.

ફિરોઝ નડિયાદવાલા અને તેની પત્ની શબાના સઈદ

જાણીતા પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCBએ કરેલી રેડમાં 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ ફિરોઝ નડિયાદવાલાની પત્ની શબાના સઈદની ધરપકડ કરવામાં આવી હતી અને તેના બીજા દિવસે ફિરોઝ નડિયાદવાલાની પણ પૂછપરછ થઈ હતી. જોકે મુંબઈ કોર્ટે શબાના સઈદને 15 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપી દીધા હતા.

ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા​​​​​​​​​​​​​​

કોમેડિયન ભારતી સિંહનાં ઘર અને ઑફિસે શનિવારે સવારે NCBએ દરોડા પાડ્યા હતા, જેમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેને પગલે બંનેને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચાર કલાકની પૂછપરછને અંતે ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :