Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Rakhi Sawant’s Brother Rakesh Revealed That His Mom Jaya Is Struggling With Abdomen Most cancers | રાખી સાવંતના ભાઈ રાકેશનો ખુલાસો- પેટના કેન્સર સામે લડી રહી છે માતા જયા, થોડા દિવસમાં સર્જરી થશે

/
/
/
3 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાખી હાલ બિગ બોસના ઘરમાં છે. ફેમિલી વીક દરમ્યાન તેની વાત તેની માતા જયા સાથે વીડિયો કોલ પર થઇ હતી. તેમાં ખબર પડી કે તેઓ હોસ્પિટલમાં છે. હવે રાખીના ભાઈ રાકેશે ખુલાસો કર્યો કે તેની માતાને પેટમાં ટ્યુમર છે અને આવનારા દિવસોમાં તેની મોટી સર્જરી થવાની છે. રાખી, તેની માતાને હોસ્પિટલમાં જોઈને ખૂબ રડવા લાગી હતી, તેણે કહ્યું પણ હતું કે મા તું જલ્દી સાજી થઇ જા.

રાખીએ ફેમિલી વીક દરમ્યાન કહ્યું હતું કે તે આ વાતને લઈને શ્યોર છે કે તેને મળવા કોઈ નહીં આવે કારણકે તેની માતાની તબિયત સારી નથી અને તેનો કથિત પતિ તેની ઓળખ જાહેર કરવા ઈચ્છતો નથી. ત્યારબાદ બિગ બોસે રાખીને સરપ્રાઈઝ આપતા તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી.

પતિને મળવા માટે ઉત્સુક છે રાખી
રાખીના ભાઈએ કહ્યું, મને લાગે છે કે અત્યારે તેના માટે સૌથી જરૂરી છે કે તે તેના પતિને મળે. રાખી માત્ર તેના પતિને એકવાર જોવા ઈચ્છે છે અને તે તેના માટે પ્રાર્થના કરી રહી છે. રાખીનો પતિ વિદેશમાં છે, બિઝનેસ અને ફ્લાઈટ્સ ન હોવાને કારણે સ્થિતિ મુશ્કેલ થઇ ગઈ છે.

રાખીનાં લગ્ન જુઠાણું નથી – રાકેશ
રાકેશે કહ્યું કે હું જાણું છું કે લોકોને એવું લાગે છે કે રાખી તેનાં લગ્નને લઈને ખોટું બોલી રહી છે પણ વિચારો કોઈ છોકરી આવું કેમ કરશે. હું ખુદ તે લગ્નમાં સામેલ હતો. રાકેશે કહ્યું કે અમે બધા આ પ્રયત્નમાં છીએ કે તે એકવાર ઇન્ડિયા આવી જાય જેથી અમે લોકોને જણાવી શકીએ કે આ લગ્ન ખોટા નથી. તેણે આગળ કહ્યું કે રિતેશ તરીકે રાખીને સારો જીવનસાથી મળી ગયો છે. જ્યારે અગાઉની લાઈફમાં અભિષેક અવસ્થી જેવા લોકોએ તેનો યુઝ પોતાનું કરિયર બનાવવા માટે કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :