Punjabi Singer Harbhajan rejects Shiromani Punjabi honor, says- At current full consideration needs to be on the farmer | પંજાબી સિંગર હરભજન માને ફગાવ્યું શિરોમણી પંજાબી સન્માન, કહ્યું- હાલ સંપૂર્ણ ધ્યાન ખેડૂત તરફ હોવું જોઈએ
- Gujarati Information
- Leisure
- Punjabi Singer Harbhajan Rejects Shiromani Punjabi Honor, Says At Current Full Consideration Ought to Be On The Farmer
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
4 મિનિટ પહેલા
- કૉપી લિંક
પંજાબી સિંગર અને એક્ટર હરભજન માને શુક્રવારે ખેડૂત આંદોલન માટે સપોર્ટ કરવાનો એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. હરભજનને રાજ્ય સરકારે શિરોમણી પંજાબી એવોર્ડ માટે પસંદ કર્યો હતો. પંજાબી ભાષા વિભાગ તરફથી ગુરૂવારે આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 18 કેટેગરીઝમાં સાહિત્ય રત્ન અને શિરોમણી એવોર્ડ એનાયત થશે.
Although I’m grateful to be chosen, I humbly can’t settle for the Shiromni Gayak award from the Division of Language. Folks’s love is the largest award of my profession, & all consideration & efforts proper now from us all should be devoted to the peaceable farmers’ protest #farmerprotest
— Harbhajan Mann (@harbhajanmann) December 4, 2020
સોશિયલ મીડિયા પર લખી સપોર્ટની વાત
હરભજને સોશિયલ મીડિયા પર પોસ્ટ થકી પોતાની વાત રાખી છે. તેઓએ લખ્યું કે- આજે હું જે સ્થાને પહોંચ્યો છું, તે ખેડૂતો, માતૃભાષા પંજાબી અને તમામ પંજાબીઓને કારણે છું. ખેડૂતોના મુશ્કેલ સમય દરમિયાન, હું અને મારો પરિવાર વિનમ્રતા અને સન્માનની સાથે ભાષા વિભાગને શિરોમણી પંજાબી એવોર્ડ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. જો કે હું વિભાગનો આભારી છું. લોકોનો પ્રેમ મારા કેરિયરનું સૌથી મોટું ઈનામ છે, અને હાલ આપણે બધાં જ ધ્યાન અને પ્રયાસ શાંતિપૂર્ણ ખેડૂતોના વિરોધ માટે સમર્પિત હોવા જોઈએ.
ખેડૂત માટે જાહેર કર્યું હતું ગીત
લગભગ એક મહિના પહેલાં હરભજન માને એક ગીત “અન્નદાતા ખેત સાડી માં, ખેત સાડી પગ” ગીત બહાર પાડ્યું હતું. આ ઉપરાંત કંવર ગ્રેવાલ, સિદ્ધુ મૂસેવાલા, બબલૂ માન અને હર્ફ ચીમા સહિત અનેક પંજાબી ગાયકો અને અભિનેતાઓએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે.