Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Priyanka Chopra shares Kamala Harris’ Vogue cowl web page and says, ‘Lady, an Indian lady’ | પ્રિયંકા ચોપરાએ કમલા હેરિસનું વોગ કવર પેજ શૅર કરીને કહ્યું, ‘મહિલા, એક ભારતીય મહિલા’

/
/
/
5 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોસ એન્જલસ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમેરિકન વોગ મેગેઝિનના કવર પેજ પર અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસને જોતા બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણી જ ખુશ થઈ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં વોગનું કવર પેજ શૅર કરીને કહ્યું હતું કે એક ભારતીય મહિલા ટૂંક સમયમાં જ વ્હાઈટ હાઉસમાં જશે.

સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યું
પ્રિયંકા ચોપરાએ મેગેઝિનનું કવર પેજ શૅર કરીને ગયા અઠવાડિયે અમેરિકામાં કેપિટલ હિલમાં જે હિંસા થઈ તેનાથી પોતાના સ્પેશિયલ મેસેજની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, ‘વોશિંગ્ટન DCમાં કેપિટલ હિલમાં આ અઠવાડિયે એવી વસ્તુઓ સામે આવી, તેની ભયાનકતા જોયા બાદ, આ વચન આપી રહ્યું છે કે માત્ર 10 દિવસમાં અમેરિકાને નેતૃત્વનું આ પ્રકારનું હકારાત્મક ઉદાહરણ વારસામાં મળશે. એક મહિલા. એક મહિલાનો રંગ. એક ભારતીય મહિલા. એક બ્લેક વુમન. એક મહિલા જેના પેરેન્ટ્સ અમેરિકાની બહાર જન્મ્યા હતા. બીજું કંઈ ખાસ હોઈ શકે છે, વાઈસપ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ, તે નાનકડી છોકરીઓ માત્ર એવી દુનિયા અંગે જાણે છે, જ્યાં એક મહિલા અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતમાંથી આવે છે, એક દેશ (વિશ્વભરના અન્યની જેમ) જ્યાં ઘણી મહિલા નેતાઓ છે, અમેરિકામાં તે પહેલી મહિલા બનશે, તે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે, આ અંતિમ નહીં હોય તે વિશ્વાસ સાથે. ‘

આ પહેલાં પ્રિયંકા ચોપરા વોગના કવરપેજ પર જોવા મળી હતી
પ્રિયંકા ચોપરા વોગ અમેરિકાના કવર પેજ પર વર્ષ 2019ના જાન્યુઆરી અંકમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરા પહેલી ભારતીય સેલેબ હતી, જે વોગ અમેરિકાના કવરપેજ પર આવી હતી.

વોગે પર કમલા હેરિસનો ફોટો શૅર કર્યો તો વિવાદ થયો
વોગના ફેબ્રુઆરી ઈશ્યૂમાં કમલા હેરિસ કવર પેજ પર જોવા મળશે. વોગે પોતાના સોશિયલ મીડિયામાં કમલા હેરિસની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં કમલા હેરિસ ગ્રીન-પિંક બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરમાં ગોલ્ડન બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જોકે, તસવીરો શૅર કર્યાં બાદ જ વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વોગ પર એવો આક્ષેપ મૂક્યો છે કે તેણે મેગેઝિનના કવરપેજ પર કમલા હેરિસના સ્કીન ટોનને યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. યુઝર્સે ‘વ્હાઈટવોશિંગ’નો આક્ષેપણ કર્યો છે. યુઝર્સે આ અંગે પોતાના નારાજગી પ્રગટ કરીને સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :