Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Priyanka Chopra Reportedly Violate Of Strict UK Lockdown Guidelines As She Visited Salon With Her Mom And Canine | લંડનમાં પ્રિયંકા ચોપરાએ માતા મધુ સાથે સલૂન જઈને લોકડાઉનની ઐસી કી તૈસી કરી, ખબર પડતા પોલીસે પહોંચીને વોર્નિંગ આપી

/
/
/
7 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રિયંકા ચોપરા બુધવારે સાંજે લંડનમાં એક સલૂન પહોંચી હતી જ્યાં તેની સાથે માતા મધુ ચોપરા અને પેટ ડોગ ડાયના પણ હતી. પ્રિયંકાના આ કામથી યુકેમાં લાગેલા કડક લોકડાઉનનું ઉલ્લંઘન થયું. નવા સ્ટ્રેન સાથે યુકેમાં કોરોના વાયરસના કેસ વધવાને કારણે ત્યાં ફેબ્રુઆરી સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આવામાં પ્રિયંકાનું સલૂન જવું તેના માટે મુસીબત બનતા રહી ગયું.

પોલીસે દંડ ન ફટકાર્યો
યુકેના ન્યૂઝ પોર્ટલ મેટ્રોના સમાચાર મુજબ પ્રિયંકા અંદાજે 4:55 વાગ્યે સલૂન પહોંચી. લોકડાઉનને કારણે પર્સનલ કેર સર્વિસ બંધ છે, જેમાં સલૂન અને સ્પા સામેલ છે. લેન્સડાઉન મ્યુઝના નોટિંગ હિલમાં હેર ડ્રેસરના નિયમ તોડવાની વાત પોલીસ સુધી પહોંચી અને અંદાજે 5:40 વાગ્યે પોલીસે આ બધાને માત્ર વોર્નિંગ આપીને છોડી દીધા. જોકે આ કામ માટે તેઓ નોટિસ કે દંડ પણ ફટકારી શકતા હતા. પ્રિયંકા સાથે સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ જોસ વુડ પણ હાજર હતા.

ટીમ પરત ફરવાની ટ્રાય કરી રહી છે
પ્રિયંકા કથિત રીતે લંડનમાં તેના પતિ નિક જોનસ સાથે ફસાઈ ગઈ છે. તે તેની અપકમિંગ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુના શૂટિંગ માટે ગઈ હતી. આ મહિનાના અંતમાં જ શૂટિંગ પૂરું થવાનું હતું. જોકે, પ્રોડક્શન ટીમ બધા માટે બને એટલી ઝડપથી અમેરિકા પરત ફરવાની વ્યવસ્થા કરવાની ટ્રાય કરી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :