Preity Zinta’s mother-brother-sister-in-law’s covid 19 report got here constructive, said- do not take Corona calmly | પ્રીટિ ઝિન્ટાની માતા-ભાઈ-ભાભીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, કહ્યું- કોરોનાને હળવાશથી ના લો
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોસ એન્જલસ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેના પરિવારના કેટલાંક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત કહી હતી. જોકે, હવે તો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પ્રીટિએ કહ્યું હતું કે તે સમયે તેને લાગતું હતું કે તે ‘હેલ્પલેસ તથા પાવરલેસ’ છે.
પરિવારની તસવીર શૅર કરી
પ્રીટિએ પરિવારની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ત્રણ અઠવાડિયા પહેલાં મારી માતા, ભાઈ, તેની પત્ની બાળકો તથા કાકા તમામનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અચાનક જ વેન્ટિલેટર્સ, ICU તથા ઓક્સિજન મશીનનો નવો જ અર્થ સમજમાં આવ્યો હતો. હું અહીંયા અમેરિકામાં હતી અને મને લાગતું હતું કે હું હેલ્પલેસ તથા પાવરલેસ છું. તેઓ મારાથી ઘણાં દૂર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.’
વધુમાં પ્રીટિએ કહ્યું હતું, ‘હું ભગવાનની તથા તમામ ડૉક્ટર્સ-નર્સની આભારી છે, જેમણે થાક્યા વગર સતત તેમની સારસંભાળ કરી. જે લોકો કોવિડને ગંભીર ગણતા નથી તેમને ચેતવણી સાથે કહું છું કે તે રાતોરાત જોખમી બની શકે છે. મહેરબાની કરીને ધ્યાન રાખો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. આજે જ્યારે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા ત્યારે હું શાંતિથી સૂઈ શકી અને સ્ટ્રેસ દૂર થયો. હવે નવું વર્ષ હોય એવું લાગે છે.’
પ્રીટિ હાલમાં લોસ એન્જલસમાં પતિ જીન ગુડઈનફ સાથે રહે છે. પ્રીટિ IPLની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઑનર છે. દુબઈમાં IPLની 13મી સિઝન રમાઈ ત્યારે પ્રીટિ દુબઈ ગઈ હતી. પ્રીટિ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે અવાર-નવાર અમેરિકાની લાઈફ અંગેની માહિતી ચાહકો સાથે શૅર કરતી રહી છે.