‘PM મોદીના ટૉર્ચરના કારણે થયા અરુણ જેટલી અને સુષમા સ્વરાજના મોત’, સ્ટાલિનના દીકરા ઉદયનિધિનુ વિવાદિત નિવેદન | Sushma Swaraj and Arun Jaitley died as a consequence of PM Modi’s torture says Udhayanidhi Stalin, daughters hit again.


India

oi-Manisha Zinzuwadia

|

ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય એમ કરુણાનિધિના પૌત્ર અને દ્વવિડ મુનેત્ર કડગમ(ડીએમકે) પ્રમુખ એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઉદયનિધિ સ્ટાલિને ગુરુવારે(1 એપ્રિલ) આરોપ લગાવીને કહ્યુ, ‘પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ અને અરુણ જેટલીના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટૉર્ચર અને દબાણના કારણે થયા.’ ડીએમકે નેતા ઉદયનિધિએ પોતાના ભાષણમાં કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વેંકૈયા નાયડુ જેવા ભાજપ નેતા પીએમ નરેન્દ્ર મોદીના કારણે હાશિયા(બાજુમાં)માં જતા રહ્યા. ઉદયનિધિ સ્ટાલિનના આ નિવેદન પર અરુણ જેટલીની દીકરી સોનાલી જેટલી બખ્શી અને સુષમા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને તેને અપમાનજનક ગણાવ્યુ છે.

ઉદયનિધિ સ્ટાલિનનુ આખુ નિવેદન વાંચો

ઈન્ડિયા ટુડેમાં છપાયેલા સમાચાર મુજબ ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ, ‘સુષમા સ્વરાજ નામની એક મહિલા હતી, નરેન્દ્ર મોદીના દબાણના કારણે તેમનુ મોત થઈ ગયુ. અરુણ જેટલી નામના એક વ્યક્તિનુ મૃત્યુ પીએમ નરેન્દ્ર મોદીના ટૉર્ચરના કારણે થયુ છે.’ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વરિષ્ઠ નેતાઓને હાશિયામાં ધકેલી દીધા છે. તેમણે કહ્યુ, ‘તમે(પીએમ મોદી) એ બધાને ચૂપ કરાવી દીધા છે, મોદીજી પરંતુ મને નહિ કરાવી શકો. તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી તમારાથી ડરે છે કે તમારી સામે ઝૂકે છે. હું ‘કલાઈનાર’ (એમ કરુણાનિધિ) નો પૌત્ર ઉદયનિધિ સ્ટાલિન છુ.’

સુષમા સ્વરાજની દીકરીએ ઉધયનિધિ સ્ટાલિનને આપ્યો જવાબ

સુષમા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનો પર ટ્વટિ કરીને જવાબ આપ્યો. બાંસુરી સ્વરાજે કહ્યુ કે ઉદયનિધિ સ્ટાલિને ચૂંટણી પ્રચાર માટે તેની મા(સુષમા સ્વરાજ)ની સ્મૃતિઓનો સહારો ન લેવો જોઈએ. ભાજપ અને ઉદયનિધઇ સ્ટાલિનને ટ્વિટર પર ટેગ કરીને બાંસુરી સ્વરાજે લખ્યુ, ‘ઉદયનિધિજીકૃપા કરીને મારી માની યાદોનો ઉપયોગ પોતાના ચૂંટણી પ્રોપાગાન્ડા માટે ના કરો! તમારુ આપેલુ નિવેદન ખોટુ છે. પીએમ નરેન્દ્ર મોદીજીએ મારી માને ખૂબ જ વધુ આદર અને સમ્માન આપ્યુ છે. અમારા બધાના દુઃખના સમયમાં પીએમ મોદી અને ભાજપે અમારો સાથે આપ્યો છે. તમારા નિવેદનથી અમે દુઃખી છે.’

ગુજરાત આવતા લોકોને નેગેટીવ RT-PCR રિપોર્ટ વિના નો એન્ટ્રી

રાહુલ ગાંધી

Know all about

રાહુલ ગાંધી

 





Source link