On The Birthday Of Son Reyansh, Shweta Tiwari Did Not Let Him Meet Father Abhinav Kohli, Husband Mentioned At Least Right this moment She Ought to Let Us Meet | દીકરા રેયાંશના જન્મદિવસે શ્વેતા તિવારીએ પિતા અભિનવ કોહલી સાથે મુલાકાત ના કરાવી, પતિ બોલ્યો, ‘આજે તો અમને મળવા દેવા હતા’
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
5 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલ શ્વેતા તિવારી પતિ અભિનવ કોહલી સાથેના ઝઘડાને લીધે ચર્ચાનું કેન્દ્ર બની છે. અભિનવ સાથે ચાલી રહેલા વિવાદને લીધે તેણે દીકરા સાથે તેનું મળવાનું બંધ કરી નાખ્યું છે. અભિનવનો આરોપ છે કે, શ્વેતા તેના દીકરા રેયાંશ પાસે મુલાકાત કરવા દેતી નથી અને બંને વચ્ચે અંતર લાવી રહી છે. દીકરા રેયાંશના જન્મદિવસ પર તેણે અભિનવ સાથે વાત ના કરાવી તેને લીધે અભિનવે દુ:ખી થઇને એક્ટ્રેસ પર આરોપ મૂક્યા છે.
પતિ અભિનવે તેની પત્ની એક્ટ્રેસ શ્વેતા તિવારી પર સોશિયલ મીડિયા દ્વારા નિશાન તાક્યું છે. તેણે દીકરા રેયાંશનો ફોટો શેર કરીને લખ્યું કે, તેના બર્થ ડે પર તો મને મળવા દેવો હતો. મારા બર્થડે પર પણ મળવા ના દીધો, દિવાળીના દિવસે પણ ના મળવા દીધો. હે રબ્બા તું જ માલિક.
શ્વેતા-અભિનવનો દીકરો રેયાંશ 4 વર્ષનો થયો
શ્વેતાનો દીકરો રેયાંશ કોહલી 27 સપ્ટેમ્બરે 4 વર્ષનો થઇ ગયો છે. આ દિવસે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રેયાંશને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટો સાથે લખ્યું હતું, હેપ્પી બર્થડે, માય હાર્ટ.
અભિનવે શ્વેતા પર ગંભીર આરોપ લગાવ્યા
શ્વેતા તિવારીથી અલગ થયા પછી અભિનવ સતત તેના દીકરા સાથે મળવા પ્રયત્નો કરી રહ્યો છે પરંતુ એક્ટ્રેસ આવું ઇચ્છતી નથી. લાંબા સમયથી દીકરાથી દૂર રહ્યા પછી તેણે શ્વેતા પર ગંભીર આરોપ મૂકી કહ્યું કે, તે દીકરાની કસ્ટડી લેવા માટે હજુ પણ તેને બ્રેસ્ટ ફીડીંગ કરાવે છે જેનાથી તેને કસ્ટડી મળી જાય. ડોક્ટરે તેને આવું ના કરવાનું કહ્યું તેમ છતાં શ્વેતા માની નહિ. શ્વેતા રેયાંશને લઈને યુ.કે જવા માગતી હતી, વિઝા બનાવવા માટે તેણે મારી નકલી સહી કરી હતી.
અભિનવ કોહલી લીગલ એક્શન લેશે
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન અભિનવે જણાવ્યું કે, શ્વેતા વિરુદ્ધ દીકરાની કસ્ટડી લેવા માટે લીગલ એક્શન લઈશ. મેં શ્વેતાને મનાવવાના લાખો પ્રયત્નો કર્યા છે પરંતુ હવે મારી પાસે કાયદાની મદદ લીધા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.
થોડા મહિના પહેલાં શ્વેતા તિવારી કોરોના સંક્રમિત થઇ હતી. દીકરાની હેલ્થને લીધે એક્ટ્રેસે રેયાંશને થોડા દિવસ માટે અભિનવના ઘરે મોકલ્યો હતો. અભિનવ શ્વેતા તિવારીની બિલ્ડિંગના નજીકના ફ્લેટમાં જ રહે છે. કોરોનાથી રિકવર થયા પછી તે દીકરાને પોતાની પાસે લઇ આવી હતી. એ પછી અભિનવ રેયાંશને મળવાના પ્રયત્નો કરી રહ્યો છે. વધારે વિવાદ થતા શ્વેતાએ બંનેની નાની મુલાકાત પણ કરાવી હતી.