Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Nora Fatehi, 28, expressed her want to marry Taimur Ali Khan, to which Kareena replied – she is now 4 years outdated. | 28 વર્ષની નોરા ફતેહીને 4 વર્ષના તૈમુર અલી ખાનને પરણવું છે, કહ્યું, ‘મને રાહ જોવામાં વાંધો નથી’

/
/
/
4 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર સાથે લગ્ન કરવા માગે છે. તેણે તાજેતરમાં જ કરીના કપૂરના રેડિયો શો ‘વોટ્સ વુમન વોન્ટ’માં આ ઈચ્છા વ્યક્ત કરી. શો દરમિયાન જ્યારે કરીનાએ કહ્યું કે તે અને સૈફ તેના ડાન્સ મૂવ્સને ઘણા પસંદ કરે છે તો તેણે તેનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, મને આશા છે કે જલ્દી તૈમુર મોટો થઈ જશે તો હું મારી અને તેની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકું છું.

કરીના કહ્યું- તે અત્યારે 4 વર્ષનો છે
28 વર્ષની નોરાની વાત સાંભળ્યા બાદ કરીના હસી પડી. તેણે જવાબમાં કહ્યું, ‘અત્યારે તે ચાર જ વર્ષનો છે. મને લાગે છે કે તારે ઘણી લાંબી રાહ જોવી પડશે.’ 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મેલા તૈમુરે ગત મહિને જ પોતાનો ચોથો જન્મદિવસ મનાવ્યો છે. ત્યારે કરીનાએ દીકરાને હાર્ડવર્કિંગ બોય જણાવતાં સોશિયલ મીડિયા પર ઈમોશનલ મેસેજમાં લખ્યું હતું, જિંદગીમાં તે બધું કરવું, જે તારા ચહેરા પર સ્મિત લાવે. તારી માતા કરતા વધારે પ્રેમ તને કોઈ કરી નહીં કરી શકે.

નોરા ફતેહીએ 2014માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
નોરા મૂળ ક્યુબેક સિટી, કેનેડાની રહેવાસી છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક હિન્દી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સ્પેશિયલ અપિરયન્સ આપ્યું, જેમાં ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ પણ સામેલ છે. ફિલ્મના આઈટમ નંબર ‘મનોહારી’માં તે જોવા મળી હતી. જો કે, નોરાને અસલી ઓળખ રિયાલિટી શો ‘બિગ બોસ 9’ માં એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી.

‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળશે નોરા
નોરા ફતેહી છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સ 3D’માં જોવા મળી હતી. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતાં. નોરાએ ન માત્ર આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું પરંતુ ફિલ્મના ગીત ‘ગર્મી’માં તેના જબરદસ્ત ડાન્સની પણ પ્રશંસા થઈ હતી. તે અજય દેવગન સ્ટારર ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં પણ જોવા મળશે, જે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :