Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Netlfix Actuality Present Fabulous Lives Of Bollywood Wives Exhibits Seema And Sohail Khan Are Residing In Separate Homes | સલમાન ખાનના ભાઈ સોહેલે ભાગીને પત્ની સીમા સાથે લગ્ન કર્યા હતા, હવે બંને અલગ રહે છે!

/
/
/
14 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહેલી સિરીઝ ‘Fabulous Lives of Bollywood Wives’ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ રિયાલિટી સિરીઝમાં બોલિવૂડની ચાર સ્ટાર વાઈવ્સની સ્ટોરી દેખાડવામાં આવી રહી છે. તેમાં સોહેલ ખાનની વાઈફ સીમા ખાન, ચંકી પાંડેની વાઈફ ભાવના, સંજય કપૂરની વાઈફ મહીપ અને એક્ટર સમીર સોનીની વાઈફ નીલમની જિંદગીની સ્ટોરી દેખાડવામાં આવી છે.

સિરીઝમાં સીમા ખાનની સ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે તેમાં તેને સોહેલ ખાનથી અલગ દેખાડવામાં આવી છે. સિરીઝના પ્રથમ એપિસોડમાં દેખાડ્યું છે કે, સીમા અને સોહેલ બે અલગ-અલગ ઘરમાં રહે છે.

સીમાએ કહ્યું કે, ‘સોહેલ ઘરે આવતો-જતો રહે છે. તેમનો મોટો દીકરો નિર્વાણ પણ સોહેલની સાથે રહે છે. સીમાની આ વાત સાંભળીને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશ્નો કરી રહ્યા છે કે, શું સોહેલ-સીમા સાથે રહેતા નથી?’

ભાગીને લગ્ન કર્યા હતા
સીમા દિલ્હીની રહેવાસી છે. ફેશન ડિઝાઈનિંગ,અ કરિયર બનાવવા માટે મુંબઈ ગઈ હતી. આ દરમિયાન સીમા અને સોહેલ પ્રથમવાર મળ્યા હતા. પ્રથમ નજરમાં જ બંનેને પ્રેમ થઈ ગયો અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. આ કપલ લગ્ન કરવા માગતા હતા, પરંતુ સીમાનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો.

સીમા અને સોહેલે એક મોટો નિર્ણય લીધો. જે દિવસે સોહેલની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા(1998)’ રિલીઝ થઈ તે દિવસે બંને ઘરેથી ભાગી ગયા અને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા. એ પછી બંનેના ઘરના લોકોએ આ સંબંધ સ્વીકારી લીધો. આ કપલે નિકાહ પણ કર્યા. કપલને બે દીકરા નિર્વાણ ખાન અને યોહાન ખાન છે.

સીમા ફેશન ડિઝાઈનર છે
લગ્ન પછી સોહેલે સીમા સાથે મળીને એન્ટરટેનમેન્ટ બિઝનેસ શરુ કર્યો. જોતજોતામાં સીમા ટીવી શો અને મૂવીની લીડિંગ ફેશન ડિઝાઈનર બની ગઈ. ટીવી સિરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહિ(2003-07)’માં કાસ્ટના કોસ્ચ્યુમ સીમાએ જ ડિઝાઈન કર્યા હતા. આ સિરિયલથી જ તેને ઓળખ મળી હતી. સીમાનો ‘બાન્દ્રા 190’ નામનો બ્યુટિક છે. તેને સુઝૈન ખાન અને મહીપ કપૂર સાથે મળીને ચલાવે છે. આ ઉપરાંત સીમાનો મુંબઈમાં ‘બ્યુટી સ્પા’ અને ‘કલિસ્તા’ નામના સલૂન પણ છે.

સોહેલે ફિલ્મ મેકર તરીકે કરિયરની શરુઆત કરી હતી
સોહેલે પોતાનું ફિલ્મ કરિયર 1997માં ડિરેક્ટર રૂપે શરુ કર્યું હતું. તેણે પ્રથમ ફિલ્મ સંજય કપૂર, સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી સ્ટારર ‘ઔઝાર’ ડિરેક્ટ કરી હતી. એ પછી તેણે પોતાના ભાઈ સલામનની ‘પ્યાર કિયા તો ડરના(1998) ક્યાં’ ડિરેક્ટ કરી હતી.

એક્ટિંગ કરિયરની વાત કરીએ તો 2002માં સોહેલે ‘મેંને દિલ તુજકો દિયા’થી શરુઆત કરી. સોહેલ અત્યાર સુધી ‘ડરના મના હૈ’, ‘લકીર’, ‘મેંને પ્યાર ક્યોં કિયા’, ‘ફાઈટ ક્લબ’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘હીરોઝ’, ‘હેલ્લો’, ‘આર્યન’ અને ‘કૃષ્ણા કોટેજ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :