NCB summons Arjun Rampal’s sister for second time | NCBએ અર્જુન રામપાલની બહેનને બીજીવાર સમન્સ પાઠવ્યું, પ્રતિબંધિત દવાઓનું નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આક્ષેપ
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અર્જુન રામપાલની બહેન કોમલ રામપાલને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ પ્રમામે, ગયા અઠવાડિયે પણ કોમલને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તે આવી નહોતી. તેના વકીલે NCBને તે નહીં આવી શકે તે અંગેની માહિતી આપી દીધી હતી.
કોમલના ભાઈ અર્જુન રામપાલ તથા તેની સાઉથ આફ્રિકન પાર્ટનર ગેબ્રિએલની ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. ત્યારબાદ કોમલને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. NCBએ ગેબ્રિએલના ભાઈના ધરપકડ કરી હતી અને હાલમાં તે જામીન પર છે.

કોમલ 1994માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટમાં રહી હતી અને પૂર્વ એરહોસ્ટ તથા સ્પા કન્સલ્ટન્ટ છે
કોમલ પર નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આક્ષેપ
NCBને અર્જુન રામપાલના ઘરમાંથી પ્રતિબંધિત દવાઓ મળી હતી. અર્જુને NCBની સામે એક જૂની તારીખનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું. આ પ્રિસ્ક્રિપ્શન એક્ટરની બહેન કોમલના કહેવા પર દિલ્હીના એક ડૉક્ટરે તૈયાર કર્યું હતું. NCBએ તે ડૉક્ટરનું નિવેદન CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવ્યું છે. ડૉક્ટરના દાવા પ્રમાણે એક્ટરની બહેન માટે આ દવા લખવામાં આવી હતી.
રામપાલના ઘરેથી આ દવાઓ મળી હતી
NCBને દરોડા દરમિયાન કેટલીક દવાઓ અર્જુનના કૂતરા માટેની પણ મળી હતી. કૂતરાને જોઈન્ટમાં ઘણો જ દુખાવો થતો હતો અને વેટરનરી ડૉક્ટરે આ દવા લખી હતી. અર્જુનના ઘરેથી અલ્ટ્રાસેટ ટેબલેટ મળી હતી, જે પ્રિસ્ક્રાઈબ દવા છે અને બહુ જ દુખાવો થાય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી દવા ક્લોનાઝેપમ હતી. આ દવા પણ ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે પછી જ લઈ શકાય છે.