Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Nationwide Inventory Change social media deal with share Mouni Roy pics and delete | સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૌની રોયની ગ્લેમર તસવીર શૅર કરી, ડિલીટ કરીને કહ્યું- ભૂલથી આવું થયું હતું

/
/
/
6 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શનિવાર સાંજે (9 જાન્યુઆરી) મૌની રોય અચાનક જ ચર્ચામાં આવી ગઈ હતી. વાસ્તવમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૌનીની બે ગ્લેમર તસવીર શૅર કરી હતી. કેપ્શનમાં #sexydiva, #beautyfuldiva, #hotgirl, #urbanasian જેવા હેશટૅગ સાથે લખ્યું હતું, ‘શનિવારનું તાપમાન વધી ગયું છે. મૌની રોય ઘણી જ આકર્ષક લાગે છે.’ જોકે, થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

NSEએ ભૂલ માટે માફી માગી
પોસ્ટ ડિલીટ કર્યાં બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાની ભૂલ માટે માફી માગી હતી. માફી માગતા કહ્યું હતું, ‘આજે 12.25 વાગે NSEના હેન્ડલ પરથી એક બિનજરૂરી પોસ્ટ કરવામાં આવી હતી. NSE અકાઉન્ટ હેન્ડલ કરનારી એજન્સથી આ ભૂલ થઈ હતી અને એક માનવીય ભૂલ હતી. કોઈ હેકિંગ થયું નહોતું. અસુવિધા બદલ અમે અમારા ફોલોઅર્સની માફી માગીએ છીએ.’

સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી
NSEએ પોતાની ભૂલ બદલ માફી માગી હતી. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી જ મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘છોકરો પોતાનું અકાઉન્ટ ચેન્જ કરવાનું ભૂલી ગયો.’ તો અન્ય એકે કહ્યું હતું, ‘ત્વાડા ગલતી ગલતી, સાડા ગલતી પેનલ્ટી.’ અન્ય એક એવી કમેન્ટ કરી હતી, ‘જે વ્યક્તિ NSEનું ટ્વિટર અકાઉન્ટ હેન્ડલ કરે છે, તેણે બે પેગ એકસ્ટ્રા પી લીધા હશે.’


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :