Mrunal Thakur Began Taking pictures For Jersey ‘I Can Sit At House With out Work, However My Unit Will Not Get Wage | મૃણાલ ઠાકુરે ‘જર્સી’ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું, કહ્યું, ‘હું કોઈ પણ કામ વગર ઘરે બેસી શકું છું, પરંતુ મારા યુનિટને પગાર નહિ મળે’
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક કલાક પહેલા
- કૉપી લિંક
‘જર્સી’ ફિલ્મના છેલ્લા શેડ્યુલના થોડા અઠવાડિયાં પછી મૃણાલ ઠાકુર શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ગઈ છે. દેશમાં કોવિડના વધતા જતા કેસ દરમિયાન સ્થિતિ વધારે જોખમી બની રહી છે. યુનિટના મેમ્બરના મનમાં પણ કોરોનાની બીક બેસી ગઈ છે. આ વિશે મૃણાલ ઠાકુરનું કહેવું છે કે, દરેકના દિલમાં ડર છે પરંતુ આ સમયે કામ કરવું જરૂરી છે. જો એક્ટર જ કામ નહિ કરે તો તેનું નુકસાન આખા યુનિટને ભોગવવું પડશે.
‘શૂટિંગમાં દરેક વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે’
મૃણાલે જણાવ્યું કે, ‘જ્યારે અમે ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અને આ સ્થિતિનું અનુમાન લગાવ્યું હતું. આ ચિંતાજનક છે પરંતુ મને નિર્માતા અને આખી યુનિટ પર વિશ્વાસ છે. જો અમે ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને કડક નિયમો ફોલો કરીશું તો ફિલ્મ પૂરી થઇ શકશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવી શકે છે પણ અમે બહારની દુનિયા સાથે કોન્ટેક્ટ ઓછા કરવા માટે બધા પ્રયત્નો કરીશું. અમારી પાસે સેટ પટ ડોક્ટર અને સેનિટરી ઓફિસર છે. તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા છે. આ કપરા સમયમાં અમે એક સારા સમયની આશા કરીએ છીએ.’
મૃણાલ ઠાકુરને યુનિટ મેમ્બર્સની ચિંતા
વધુમાં તેણે કહ્યું કે, ‘ફિલ્મ પૂરી કરવી એ એક પ્રાથમિકતા છે કારણકે અમે ક્યાં સુધી કામ રોકીશું. લોકો ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. એક ફિલ્મ માત્ર એક સ્ટારથી બનતી નથી. આખો યુનિટ પરિવાર છે. હું ઘરે બેસવું સહન કરી શકું છું, પરંતુ મને ખબર છે કે હું કામ નહિ કરું તો મારા યુનિટને પણ પગાર નહિ મળે. આ આપણા બધાની જવાબદારી છે. હા, મને થોડો ડર લાગે છે પરંતુ લોકો પર આર્થિક ભાર એટલો બધો છે કે આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવું પડશે.’