KBC 12’s Fourth Girls Crorepati Neha Shah Mentioned Will Purchase Life Help System With The Cash So That I Can Assist The Poor | KBC-12ની ચોથી મહિલા કરોડપતિ નેહા શાહ, કહ્યું- જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદીશ, જેનાથી ગરીબ બાળકોને મદદ કરી શકું
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
13 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
અમિતાભ બચ્ચનના ટીવી શો ‘KBC-12’માં ગુરુવારે મુંબઈની નેહા શાહ કરોડપતિ બની. શોની આ સીઝનમાં કરોડપતિ બનનારી નેહા ચોથી મહિલા કરોડપતિ છે. નેહા પ્રોફેશનથી ડોક્ટર છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નેહાએ જણાવ્યું કે તે જીતેલી રકમથી કંઈક એવા સાધનો ખરીદવા ઈચ્છે છે, જેનાથી તે ગરીબ અને બીમાર લોકોની મદદ કરી શકે. આ સિવાય નેહાએ શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી.
જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ અને ECG ખરીદીશ
45 વર્ષીય નેહાએ શોમાં એક કરોડ રૂપિયા જીત્યા છે. તે આ રકમથી ખુદનું ક્લિનિક સ્ટાર્ટ કરવા માગે છે. જોકે તેમાં વધુ પૈસાની જરૂર પડશે. આ વિશે નેહાએ કહ્યું, ‘ઈચ્છા તો છે ખુદનું ક્લિનિક ખોલવાની પણ સાચું કહું તો આટલા પૈસામાં મારું આ સપનું પૂરું નહીં થાય. મેં નક્કી કર્યું કે આ જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદવા ઈચ્છું છું. કોરોના મહામારી દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે જો અમારી પાસે ઓક્સિજન મશીન હોત તો અમે ઘણા ગરીબોની મદદ કરી શક્યા હોત. આ સાથે હું એક ECG મશીન પણ ખરીદવાનું વિચારી રહી છું. કુલ મળીને આ પૈસા હું મારા પ્રોફેશનમાં આગળ વધવા માટે વાપરીશ, જેનાથી ગરીબ લોકોની મદદ કરી શકું.’
છેલ્લા 20 વર્ષથી શોમાં આવવાની ટ્રાય કરી રહી હતી
નેહાએ કહ્યું, ‘છેલ્લા 20 વર્ષોથી આ શોમાં આવવા પ્રયત્ન કરી રહી હતી અને આખરે મારી મહેનત રંગ લાવી. જોકે આ વખતની જર્ની સરળ ન હતી. શોમાં ફાઇનલ સિલેક્શન થયા પહેલાં ટીમે મને 2 વખત સ્ટેન્ડબાય પર રાખી હતી, ત્યારે ઘણી નિરાશ થઇ હતી. પણ આ સંઘર્ષના અંતથી ઘણી ખુશ છું. જ્યારે સ્ક્રીન પર ખુદને જોઈ તો ઘણો સંતોષ થયો.’
અમિતાબ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ શું કહ્યું
હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ કહ્યું, ‘સાચું કહું તો આટલી મોટી રકમ જીતવાની ખુશી તો હતી જ પણ જે ખુશી અમિતાભ બચ્ચન સામે બેસીને થઇ તેને શબ્દોમાં વર્ણવી સરળ નથી. મિસ્ટર બચ્ચન તમને એટલા કમ્ફર્ટેબલ કરી દે છે કે તમે ભલે ગમે એટલા નર્વસ કેમ ન હોય, તે ડર કઢાવી નાખે છે. તે તમને પોતાના બનાવી લે છે અને એવી રીતે વાત કરે છે, જાણે આપણને વર્ષોથી ઓળખતા હોય. મારી આ જીતનો શ્રેય હું તેમને પણ આપવા ઈચ્છું છું કારણકે તેમણે આખી ગેમમાં મારી હિંમત વધારી.’
7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ ન આપી શકી નેહા
શોમાં નેહાને એક કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો હતો તેના માટે નેહાએ આસ્ક ધ એક્સપર્ટ લાઈફ લાઈનની મદદથી સાચો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા. 7 કરોડ રૂપિયાના સવાલનો જવાબ નેહા આપી શકી નહીં અને તેણે ગેમ ક્વિટ કરી દીધી હતી. નેહા પહેલાં છત્તીસગઢની અનુપા દાસ, હિમાચલ પ્રદેશની જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ મોહિતા શર્મા, રાંચીની નાઝીયા નસીમે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. નેહા અને તેના પિતાએ લોકડાઉનમાં એક દિવસ માટે પણ તેમનું ક્લિનિક બંધ કર્યું ન હતું. તેમણે ઘણા કોરોનાના દર્દીઓની પણ સારવાર કરી અને તે હજુ પણ સારવાર કરી રહ્યા છે.
1 કરોડ રૂપિયા માટેનો સવાલ
સ્પેસમાં પહોંચનાર સૌપ્રથમ ચીની કોણ હતા? જે શેનઝોઉ સ્પેસક્રાફ્ટ મારફતે ગયા હતા?
વિકલ્પ: નેઈ હૈશર્ગ, યાંગ લીવેઇ, ફેઈ જુનલોન્ગ, જીંગ હાઇપેંગ
સાચો જવાબ- યાંગ લીવેઇ
7 કરોડ રૂપિયાનો સવાલ
ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલી 1972ની ઐતિહાસિક વાર્તા શિમલામાં ક્યાં થઇ હતી?
વિકલ્પ: વાયસરીગલ લોજ, ગોર્ટન કૈસલે, બાર્ન્સ કોર્ટ, સેસિસ હોટલ
સાચો જવાબ – બાર્ન્સ કોર્ટ