Kangana’s sister Rangoli known as Swara-Taapsee a B grade actress, she said- they used to giggle at us in our dangerous instances | કંગનાની બહેન રંગોલીએ સ્વરા-તાપસીને B ગ્રેડ એક્ટ્રેસ કહી, બોલી- અમારા ખરાબ સમયમાં તે અમારી પર હસતી હતી
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
કંગનાની બહેન રંગોલી ચંદેલે સ્વરા ભાસ્કર તથા તાપસી પન્નુને આડેહાથ લીધા છે. રંગોલીએ બંનેને B ગ્રેડ એક્ટ્રેસ કહી છે. તેણે આ રિએક્શન બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ આપ્યું છે. હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડને ગેરકાયદેસર ગણાવી હતી. રંગોલીના મતે BMCએ જ્યારે કંગનાની ઓફિસ તોડી હતી ત્યારે સ્વરા તથા તાપસી તેમની પર હસતા હતા.
‘B ગ્રેડ એક્ટ્રેસને જોઈ ઘણું જ દુઃખ થયું’
રંગોલીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘એક બાબત, જે હું અવગણી શકતી નથી અને કહેવા માગું છું. તે એ કે જ્યારે અમારો પરિવાર સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો ત્યારે સ્વરા તથા તાપસી જેવી B ગ્રેડ એક્ટ્રેસને જોઈને દુઃખ થતું હતું. આ બંને કંગનાની ઓફિસમાં તોડફોડ કર્યા બાદ તેની મજાક ઉડાવતી હતી. તેમણે આ કાર્યવાહીને કાયદાકીય રીતે યોગ્ય ગણાવી હતી.’
કંગનાએ કાયદાકીય કાર્યવાહી ના કરવા દીધી
રંગોલીએ આગળ કહ્યું હતું, ‘હું તેમને (સ્વરા-તાપસી) કોર્ટમાં લઈ જઈ શકું તેમ હતી. જોકે, કંગના તેમના વિરુદ્ધ કોઈ એક્શન લેવા માગતી નહોતી. પ્લીઝ, આ ઈર્ષ્યાળુ તથા B ગ્રેડ એક્ટ્રેસને જુઓ. તે કંગના અંગે જે પણ કહે છે, તેના પર વિશ્વાસ ના કરો.’
‘આ બેશરમ લોકો અંગે માહિતી આપતી રહીશ’
રંગોલીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘એક મહત્ત્વપૂર્ણ માહિતી. કેટલાંક લોકોએ અમારી પાલી હિલ સ્થિત પ્રોપર્ટીની ગેરકાયદેસર તોડફોડ દરમિયાન ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્લીઝ આવા અસામાજિક તત્વોથી સાવધ રહો. હું તમને આવા બેશરમ લોકો અંગે માહિતી આપતી રહીશ.’
કોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું હતું?
બોમ્બે હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCએ કરેલી કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ કાર્યવાહી ફરિયાદીને કાયદાકીય મદદ મળતા અટકાવવાનો પ્રયાસ હતો. કોઈ પણ નાગરિક વિરુદ્ધ મસલ પવારનો ઉપયોગ કરવાની અમે પરવાનગી આપી શકીએ નહીં.