Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Kangana Ranaut In One other Bother: Mahinder Kaur Information Grievance In opposition to The Actress In Bathinda Court docket | પંજાબના જે દાદીને કંગનાએ 100 રૂપિયામાં અવેલેબલ કહ્યા હતા, હવે તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો

/
/
/
8 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કંગના રનૌત વિરુદ્ધ હવે ભટિંડા, પંજાબમાં માનહાનીની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ 73 વર્ષીય દાદી મોહિન્દર કૌરે કરી છે, જેને ખેડૂત આંદોલન દરમ્યાન કંગનાએ શાહીન બાગના બિલકિસ બાનો કહ્યા હતા. શુક્રવારે મોહિન્દર કૌરના વકીલ રઘબીર સિંહે જણાવ્યું કે, કંગના વિરુદ્ધ IPCની કલમ 499 (માનહાની) અને 500 (માનહાની ની સજા) હેઠળ ફરિયાદ ફાઈલ થઇ છે. કોર્ટ આના પર 11 જાન્યુઆરીએ સુનાવણી કરશે.

‘કમેન્ટને કારણે માનસિક સ્ટ્રેસ સહન કરવો પડ્યો’
મોહિન્દર કૌરે કહ્યું છે કે એક્ટ્રેસે તેની ટ્વીટમાં તેમની તુલના એક અન્ય મહિલા સાથે કરીને ખોટા આરોપ લગાવ્યા છે કે આ એ જ દાદી હતા, જે શાહીન બાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે આ પ્રકારની કમેન્ટ કરીને એક્ટ્રેસે તેમની પ્રતિષ્ઠા અને સાખને નુકસાન પહોચાડ્યું છે.

દાદીનો દાવો છે કે ખોટા અને સ્કેન્ડલસ ટ્વીટને કારણે તેમને તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ, પાડોશીઓ, ગામના લોકો અને સામાન્ય લોકોની નજરમાં માનસિક તણાવ, દર્દ, હેરાનગતિ, અપમાન, પ્રતિષ્ઠાને નુકસાન અને માનહાનીનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં કંગનાએ કોઈ શરત વગર માફી માગવાનું કષ્ટ પણ ન લીધું.

કંગનાએ શું લખ્યું હતું તેની પોસ્ટમાં
ખેડૂત આંદોલન વચ્ચે કંગનાએ મોહિન્દર કૌર સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું, ‘હાહાહા તે એ જ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીનના કવર પર સૌથી પાવરફુલ ઇન્ડિયન કહેવામાં આવ્યા હતા. તે 100 રૂપિયામાં અવેલેબલ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારત માટે શરમજનક રીતે ઇન્ટરનેશનલ PRને હાઇજેક કરી લીધા છે. આપણે ઇન્ટરનેશનલ લેવલ પર બોલવા માટે આપણા જ લોકોની જરૂર છે.’

કંગનાએ નામ લીધા વગર મોહિન્દર કૌરને શાહીન બાગમાં CAA અને NCRના વિરોધમાં સામેલ થયેલા બિલકિસ બાનો ગણાવ્યા હતા. જોકે, કંગના આ પોસ્ટને લઈને ટ્રોલ થતા તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

મોહિન્દર કૌરે ફટકાર લગાવી હતી
કંગનાની પોસ્ટ વાઇરલ થયા બાદ મોહિન્દર કૌરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘કંગનાને શું ખબર ખેતી શું હોય છે? તે પાગલ છે. તેણે જે પણ કહ્યું તેના પર કલંક છે. કંગનાને શું ખબર કે ખેડૂતની કમાણી શું હોય છે. જ્યારે પરસેવો વહે છે, લોહી ઉકળે છે, ત્યારે પૈસા આવે છે. ખેતીથી પૈસા કમાવવા ઘણા કઠિન છે. કંગનાએ મારા પર ઘણો ખોટો આરોપ લગાવ્યો છે.’

મોહિન્દર કૌરે આ જ ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે તેમના ખેતરમાં કામ પૂરા નથી થતા, તો આવામાં તે 100 રૂપિયા માટે પ્રદર્શનમાં સામેલ થવા કેમ જશે? તેમના જણાવ્યા અનુસાર કંગનાએ જે કંઈપણ કહ્યું, તે ખોટી વાત છે. તેમણે કંગનાને ગુરુવાણીનો પાઠ ભણાવ્યો અને સલાહ આપી હતી કે ક્યારેય કોઈ માટે ખોટું બોલવું જોઈએ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :