Kangana calls Tapasi’s new photoshoot her copy, saying ‘her complete existence is in copying me’ | તાપસીના ન્યૂલી ફોટોશૂટને કંગનાએ પોતાની કોપી ગણાવી, બોલી ‘તેનું સમગ્ર અસ્તિત્વ મને કોપી કરવામાં જ છે’
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 મિનિટ પહેલા
- કૉપી લિંક
એક્ટ્રેસ કંગના રણોતે તાપસી પન્નુના એક ન્યૂલી ફોટોશૂટને પોતાના એક ફોટોશૂટની કોપી ગણાવતા તેના પર નિશાન સાધ્યુ હતુ. એટલુ જ નહીં કંગનાએ પોતાની તુલના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કરી હતી. વાત એવી છે કે કંગનાના એક ફેને તાપસીનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતુ. અને લખ્યું કે ‘અને તેણે 100મી વખત કંગનાને કોપી કરી’ ફેને કંગના અને તાપસીના ફોટાનો એક કોલાજ પણ બનાવ્યો. જેમાં એક જેવા ડ્રેસમાં સેમ પોઝમાં સેમ હેર સ્ટાઇલમાં બંને એક્ટ્રેસિસ જોવા મળે છે.કંગનાએ ફેનની આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ હતુ કે મને કોપી કરવામાં જ તેનું અસ્તિત્વ છે. આ પહેલા કંગના તાપસીને બીગ્રેડ એક્ટ્રેસ પણ કહી ચૂકી છે.