Hit enter after type your search item
GujjuShare

Share Your Story

John Abraham Named Particular person Of The Yr For 2020 By Folks For The Moral Remedy Of Animals Aka PETA | જ્હોન અબ્રાહમ ‘પેટા ઇન્ડિયાઝ પર્સન ઓફ ધ યર 2020’ બન્યો, પેટાએ કહ્યું, જો કોઈ પશુ જોખમમાં છે તો અમને વિશ્વાસ છે તે બચાવી લેશે

/
/
/
10 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પશુપ્રેમી અને કોઈ પણ પ્રકારના એનિમલ અબ્યુઝ વિરુદ્ધ બોલનારા જ્હોન અબ્રાહમને પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ (PETA)ઇન્ડિયાઝે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. PETAએ આ જાહેરાત પછી સ્ટેટમેન્ટમાં કહ્યું કે, દુનિયામાં ઘણા પક્ષીઓ પીડાય રહ્યાછે, તો ક્યાંક ક્રૂરતા સાથે ગલુડિયાને વેચવામાં આવી રહ્યા છે, જો કોઈ પશુ જોખમમાં છે તો અમે જ્હોન પર વિશ્વાસ કરી શકીએ છીએ કે તેઓ તેમને બચાવશે.

સતત અપીલ કરી રહ્યો છે
જ્હોનને લોકો બાઈકપ્રેમી કહે છે, પરંતુ તેના કરતાં પણ વધારે ધ્યાન તેનું પશુઓ તરફ હોય છે. હાલમાં જ તેણે રિટેલર્સને એક લેટર લખ્યો હતો જેમાં જીવતા પશુઓનો વેપાર રોકવાની અપીલ કરી હતી. તેમણે સર્કસમાં પશુઓના ઉપયોગ અને પક્ષીઓને પાંજરામાં રાખવા વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું હતું.

પશુઓ માટે આવા છે જ્હોનના વિચાર
દિવાળીના અવસરે જ્હોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. તેમાં તે બે 2 શ્વાન સાથે હતો. તેણે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પણ આપી હતી. થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જ્હોને કહ્યું કે, હું લોકોને મારી રીતે ટ્રીટ કરવાના પ્રયત્નો કરું છું. જ્યારે કોઈ બાળક શ્વાસને જોવે છે તો તે વિચારે છે કે આ બટકું ભરી લેશે. આ માનસિકતાને બદલવી પડશે કારણકે શ્વાનથી વફાદાર બીજું કોઈ નથી. હું શિકારની વિરુદ્ધ છું અને મને એ સમજાતું નથી કે લોકો પશુઓને પથ્થર કેમ મારે છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :