Hit enter after type your search item
GujjuShare

Share Your Story

In Bhabiji Ghar Par Hain Neha Pendse replaces Soumya Tandon, saying- I received this present because of rumors | ‘ભાભીજી ઘર પર હૈ’માં નેહા પેંડસેએ સૌમ્યા ટંડનને રિપ્લેસ કરી, કહ્યું- અફવાઓને કારણે મને આ શો મળ્યો

/
/
/
4 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈએક મિનિટ પહેલાલેખક: કિરણ જૈન

  • કૉપી લિંક

પાંચ મહિના પછી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ના મેકર્સને ગોરી મેમ એટલે કે અનીતાભાભી મળી ગઈ છે. હવે આ શોમાં નેહા પેંડસે આ રોલ પ્લે કરતી જોવા મળશે. આ પહેલાં સૌમ્યા ટંડન આ રોલ પ્લે કરતી હતી. સૌમ્યાએ અંગત કારણોસર શો છોડી દીધો હતો. હાલમાં જ નેહાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના નામની ચર્ચાને કારણે મેકર્સે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો અને તેને આ લોકપ્રિય પાત્ર ભજવવાની તક મળી.

મારા નામની અફવાને કારણે મને આ શો મળ્યો
નેહાએ કહ્યું હતું, ‘પ્રોડ્યૂસર બેનિફર કોહલી અને હું ઘણાં જૂના મિત્રો છીએ. તેણે એકવાર અનીતાભાભીના પાત્રની વાત કરી હતી. તે સમયે મને આ શોમાં લેવાની કોઈ વાત થઈ નહોતી અને મને પણ આ રોલ ભજવવામાં કોઈ રસ નહોતો. જોકે, મારા નામની ઘણી જ ચર્ચા થવા લાગી હતી. દરેક જગ્યાએ એવું લખાતું કે હું સૌમ્યાને રિપ્લેસ કરું છું. તે અફવાનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને મને બેનિફરે આ રોલ ઓફર કર્યો. મને પણ રોલ ગમ્યો અને મેં તરત જ હા પાડી દીધી.’

સૌમ્યા સાથે તુલના થાય તો પણ હું આના માટે તૈયાર છું.
‘સૌમ્યા છેલ્લાં પાંચ વર્ષથી આ પાત્ર ભજવતી હતી. આવામાં દર્શકો તુલના કરે તે સ્વાભાવિક છે. જ્યારે તમારા વિશે કોઈ ખરાબ બોલે તો તમને ખોટું લાગે છે. હું મેન્ટલી સ્ટ્રોંગ રહીને આગળ વધીશ. જો તુલના થાય છે તો હું આના માટે પણ તૈયાર છું.’

ત્રણ વર્ષ પહેલાં બૉડી શેમિંગનો શિકાર થઈ હતી
ત્રણ વર્ષ પહેલાં નેહા પોતાના વધેલા વજનને કારણે બૉડી શેમિંગનો શિકાર બની હતી. તેણે કહ્યું હતું, ‘ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જે થયું ત્યારથી લઈ અત્યાર સુધી લોકોની વચ્ચે ઘણી જ અવેરનેસ આવી ગઈ છે. તે સમયે હોર્મોનલ ચેન્જીસને કારણે મારું વજન વધી ગયું હતું. હવે મારું વજન નોર્મલ છે. મને ખબર નથી પડતી કે લોકોને બીજાની બૉડી અંગે કમેન્ટ કરવાનો હક આખરે કોણે આપ્યો. જોકે, હવે ઘણું પરિવર્તન આવ્યું છે. લોકો હવે ‘પર્ફેક્શન’ની વ્યાખ્યા યોગ્ય રીતે સમજી ગયા છે. હવે દરેક પ્રકારની બૉડીનું સ્વાગત કરવામાં આવે છે.’ ઉલ્લેખનીય છે કે નેહા છેલ્લે ‘બિગ બોસ’ની બારમી સિઝનમાં જોવા મળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :