Hit enter after type your search item
GujjuShare

Share Your Story

In anger, Salman Khan stored himself and cleaned Sawant’s mattress, embarrassing the contestants and saying – no job is small | ગુસ્સામાં સલમાન ખાને જાતે રાખી સાવંતની પથારી સાફ કરી, સ્પર્ધકોને શરમમાં મૂકીને કહ્યું- કોઈ કામ નાનું નથી હોતું

/
/
/
5 Views


  • Gujarati Information
  • Leisure
  • In Anger, Salman Khan Saved Himself And Cleaned Sawant’s Mattress, Embarrassing The Contestants And Saying No Job Is Small

Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કન્ટ્રોવર્સી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ વીકેન્ડના એપિસોડ્સમાં ઘણા પ્રકારના ટ્વિસ્ટ જોવા મળે છે. તે ઉપરાંત જોવા મળે છે કે હોસ્ટ સલમાન ખાનનો ગુસ્સો, જેને તેઓ કન્ટેસ્ટન્ટ્સને તેમની ભૂલો અને અસભ્ય વર્તન પર ઉતારે છે. પરંતુ શોના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું, જ્યારે સલમાને ગુસ્સામાં ઘરની અંદર જઈને કોઈ કન્ટેસ્ટન્ટ માટે તેની પથારી સાફ કરી હોય.

નિક્કી તંબોલી પર આવ્યો ગુસ્સો
શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં એજાઝ ખાન સલમાને કહે છે કે નિક્કી તંબોલીએ રાખી સાવંતની પથારી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે સલમાને નિક્કીને તેનું કારણ પૂછ્યું તો તે કહે છે કે, “સર મારે નથી કરવી.” તેના જવાબમાં સલમાન કહે છે કે, “તમારે નથી કરવી તો કોઈ વાંધો નથી. થોભો, હું હમણાં જ આવું છું.”

ત્યારબાદ સલમાન ઘરની અંદર જાય છે અને રાખી સાવંતની વસ્તુ ઉઠાવીને ગોઠવે છે. એલી ગોની તેને અટકાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સલમાન નથી માનતો. ત્યારબાદ તે રાખીની પથારી કરવા લાગે છે. તેના પર રાખી કહે છે કે, “સર તમે ના કરશો.” સલમાને તેની અવગણના કરી અને તમામ ઘરના સભ્યોને શરમમાં મૂકતા કહે છે કે “કોઈ કામ નાનું નથી હોતું.”

સપ્તાહ ફેમિલી વીક રહ્યું
બિગ બોસમાં ગત સપ્તાહ ફેમિલી વીક હતું. આ દરમિયાન રાખી સાવંત, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, રુબીના દિલાઈક, જેસમિન ભસીન, એજાઝ ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્સે પોતાના પ્રિયજનો સાથે મુલાકાત કરી હતી અને ઈમોશનલ થઈ ગયા હતા. હવે એ જોવાનું છે કે શોમાં આગળ શું ટ્વિસ્ટ આવશે.

21 ફેબ્રુઆરીએ ફિનાલે યોજાશે
પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી. જોકે, હવે એવો કોઈ પ્લાન નથી. આગામી અઠવાડિયાને રસપ્રદ બનાવવા માટે હજી વાઈલ્ડ કાર્ડથી સ્પર્ધકોને ‘બિગ બોસ’માં એન્ટ્રી આપવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :