Hrithik roshan forty seventh birthday, know his attention-grabbing life details | ‘કહોના પ્યાર હૈ’ની સફળતાથી ડરીને રીતિક રડવા લાગ્યો હતો, માફિયાઓએ રાકેશ રોશનને નફામાં હિસ્સો હડપ કરવા માટે ગોળી મારી હતી
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈએક કલાક પહેલા
- કૉપી લિંક
રીતિક રોશન 47 વર્ષનો થયો છે. 10 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઈમાં જન્મેલા રીતિકે વર્ષ 2000માં આવેલી હિટ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. રીતિકને પહેલી જ ફિલ્મથી એટલું સ્ટારડમ મળ્યું હતું કે અન્ય સ્ટાર્સ તો માત્ર કલ્પના જ કરી શકે. જોકે, આ સ્ટારડમથી રીતિક એ હદે ડરી ગયો હતો કે રડવા લાગ્યો હતો. રીતિકના પિતા રાકેશ રોશને એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.

રાકેશ રોશને કહ્યું હતું, ‘કહોના પ્યાર હૈ’ રિલીઝ થઈ પછીના ત્રણ-ચાર મહિના પછીની આ વાત છે. રીતિક રાતોરાત મળેલા સ્ટારડમને કારણે એ હદે ડરી ગયો હતો કે પોતાના રૂમમાં જઈને રડતો હતો. તેણે મને એવું કહ્યું હતું, ‘હું આ સંભાળી શકીશ નહીં. હું કોઈ કામ કરી શકતો નથી. સ્ટૂડિયો જઈ શકતો નથી. મને મળવા માટે યુવક-યુવતીઓની બસ આવે છે. મને કામ શીખવાની તક જ મળતી નથી. બધા જ મને મળવા માગે છે.’ આ વાત સાંભળીને મેં તેને સમજાવ્યો હતો કે વિચાર આવું કંઈ જ બન્યું જ ના હોત તો શું થાત? આને આશીર્વાદ સમજ. એડજસ્ટ અને આને ભારરૂપ ના સમજ.’
માફિયાઓએ પ્રોફિટમાં ભાગ માગ્યો હતો
- રીતિકની રિયલ લાઈફ પણ ફિલ્મી લવ સ્ટોરી જેવી હતી. ‘કહોના પ્યાર હૈ’માં જે રીતે રીતિક સોનાયા એટલે કે અમીષા પટેલને ટ્રાફિક સિગ્નલ પર મળે છે, તે જ રીતે રિયલ લાઈફમાં રીતિકે પહેલી જ વાર સુઝાનને ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
- ફિલ્મ બ્લોકબસ્ટર થતાં જ રાકેશ રોશન પર માફિયાઓએ હુમલો કર્યો હતો. 21 જાન્યુઆી, 2000ના રોજ રાકેશ રોશન પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં એક ગોળી ખભા પર અને બીજી છાતીના ભાગે વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. આ હુમલો તેમને ધમકાવવા માટે કરવામાં આવ્યો હતો, જેથી તે ‘કહોના પ્યાર હૈ’ના પ્રોફિટમાંથી માફિયાને હિસ્સો આપે.
અમીષાની માતાએ પણ ફિલ્મમાં કામ કર્યું હતું

- ફિલ્મમાં રીતિકની છઠ્ઠી આંગળી ના દેખાય તે માટે શૂટિંગ દરમિયાન ગ્લવ્સ પહેરીને રાખતો હતો. તેથી જ ફિલ્મમાં તે લેફ્ટી બનીને રહ્યો.
- દીકરીની ડેબ્યૂ ફિલ્મમાં અમીષા પટેલની માતા આશા પટેલે પણ કામ કર્યું હતું. રીતિકના ડબલ રોલ એટલે કે રાજની માતાના રોલમાં અમીષા પટેલની માતા હતી. જોકે, આ ફિલ્મ પહેલાં અમીષાના પરિવારે તેને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
શાહરુખ-કરીના પહેલી પસંદ હતા

- ફિલ્મમાં પહેલાં શાહરુખ ખાન તથા કરીના કપૂરને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, શાહરુખે ના પાડી હતી. તેથી રીતિકને લેવામાં આવ્યો હતો. કરીનાની માતાએ શૂટિંગના થોડાં જ દિવસમાં ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ અમીષાને લેવામાં આવી હતી.
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાયેલું છે

- શાહરુખની ફિલ્મ ‘દિલ સે’ પછી રીતિકની આ ફિલ્મે મ્યૂઝિકના તમામ અવોર્ડ્સ જીત્યા હતા. ફિલ્મને બેસ્ટ મ્યૂઝિક, લિરિક્સ, પ્લેબેક સિંગર મેલ, કોરિયોગ્રાફીનો અવોર્ડ્સ મળ્યો હતો. જોકે, આ તમામ અવોર્ડ્સ અલગ અલગ સોંગ્સ માટે હતા. આ ઉપરાંત 2002માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના એડિશનમાં સૌથી વધુ અવોર્ડ મેળવાનારી ફિલ્મ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ફિલ્મને 92 અવોર્ડ મળ્યા હતા.