Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Gorgeous connection between Pratik Gandhi’s ‘Rip-off 1992’ and the sequence ‘Narcos’ starring Colombian drug lord Pablo Escobar | પ્રતીક ગાંધીની ‘સ્કેમ 1992’ અને કોલંબિયન ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબારને ચમકાવતી સિરીઝ ‘નાર્કોસ’ વચ્ચેનું અદભુત કનેક્શન

/
/
/
13 Views


 • Gujarati Information
 • Leisure
 • Gorgeous Connection Between Pratik Gandhi’s ‘Rip-off 1992’ And The Collection ‘Narcos’ Starring Colombian Drug Lord Pablo Escobar

Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મિનિટ પહેલા

 • કૉપી લિંક
 • આ સિરીઝના સ્ટોરીટેલિંગમાં પણ એક ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના મોટાભાગના સીનમાં જોઈ શકાય છે

બે મહિના પહેલાં ‘સ્કેમ 1992’ રિલીઝ થઈ અને યોગ્ય રીતે જ બધાં ટોપ ટેન લિસ્ટમાં પહેલી પાયદાન પર ગોઠવાઈ ગઈ. IMDB યાને કે ઇન્ટરનેટ મુવી ડેટાબેઝમાં પણ આ સિરીઝ 10માંથી 9.4ના ગંજાવર રેટિંગ સાથે મોખરાનું સ્થાન ભોગવી રહી છે. આ સિરીઝ વિશે, તેના રાઇટિંગ વિશે, તેના સ્ટોરીટેલિંગ વિશે અમુક રસપ્રદ ઓબ્ઝર્વેશન જાણવા અને માણવા જેવાં છે.

 • સૌથી પહેલાં તો જે રીતે સ્કેમ આવી એ પછી પ્રતીક ગાંધી ચારેકોર છવાઈ ગયા એ જોવાની જબ્બર મજા પડી. નેશનલ લેવલનાં તમામ પ્લેટફોર્મ માટે પ્રતીક ગાંધી એક ગ્રૅન્ડ રિવીલેશન હતા. મેં એમના જેટલા ઇન્ટરવ્યૂઝ જોયા એમાં એક આશ્ચર્ય કોમન હતું, કોણ છે આ એક્ટર? અચાનક ક્યાંથી આવીને છવાઈ ગયો? અને આવી કમાલ કોન્ફિડન્ટ એક્ટિંગ? અને જ્યારે જ્યારે એ સવાલ એમને પૂછાય ત્યારે હું એક દર્શક તરીકે પણ મારી (ઇન્વિઝિબલ) મૂછમાં હર્ષદ મહેતા જેવું જ ત્રાંસું હસી પડતો, કે બેટાજી, તમને તો હવે છેક રિયલાઇઝ થયું. અમે તો વર્ષોથી આ પ્રતીક ‘પાવરહાઉસ’ ગાંધીની અઢળક ફિલ્મો અને નાટકો જોઈને બેઠા છીએ! મોસ્ટલી ‘ફિલ્મ કમ્પેનિયન’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રતીક ગાંધીએ ‘રાતોરાત મળેલી આ સફળતાથી કેવું લાગે છે’ એવા સવાલનો સુપર્બ આન્સર આપેલો. એમણે કહ્યું, ‘તમારા માટે આ સક્સેસ ઓવરનાઇટ હશે. મારા માટે તો આ રાત પંદર વર્ષ લાંબી રહી છે!’ વ્હોટ એન આન્સર, સરજી! હવે જ્યાં જ્યાં પ્રતીક ગાંધી નવી એડ્સ, વીડિયો, સ્ટાર્સથી ખચાખચ રાઉન્ડ ટેબલ ડિસ્કશન વગેરેમાં દેખાય છે ત્યારે અંદરથી એક ડિઝર્વિંગ ટેલેન્ટ પોંખાયાનો ઉમળકો આવે છે. ટચવૂડ!
 • રિયલ હર્ષદ મહેતાનો જે પ્રીતિશ નાંદી વાળો ઇન્ટરવ્યૂ યુટ્યૂબ પર પડ્યો છે, એ જોતાં એવું લાગે છે કે સાચુકલો હર્ષદ આટલો એક્સપ્રેસિવ નહીં હોય. એ ખાસ્સો ખંધો કે મીંઢો હશે, એના મનમાં શું ચાલે છે એ કળવું અઘરું હશે. પરંતુ હર્ષદના પાત્રને જે સિમ્પથી મળી છે એમાં (રાઇટિંગ ઉપરાંત) હિમાલય-ફાળો પ્રતીક ગાંધીનો પણ છે. રાધર, એમણે જે સિન્સિયારિટીથી હર્ષદને પ્રેઝન્ટ કર્યો છે, પોતાના પારદર્શક ચહેરા પર જે ભાવ લાવ્યા છે, તે ફેક્ટ અવગણી શકાય એવું નથી જ. ઇવન, રજત અરોરા કે મિલાપ ઝવેરી ટાઇપ (‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ જેવી) સિટીમાર લાઇનો પ્રતીક ગાંધીએ અત્યંત સહજતાથી બોલી બતાવી છે એટલે જ એ ઓવર ધ ટોપ નથી લાગી. બાકી સિરીઝના ઉત્તરાર્ધના એક એપિસોડના સીનમાં કસ્ટડીમાં હર્ષદનું ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે અને તે ટેન્સ મોમેન્ટમાં અકળાયેલો હર્ષદ એક મીઠાઈવાળા સાથે પોતાનું કોઈ કનેક્શન નથી એ વિશે કહે છે કે, ‘વો હલવા વાલા હૈ, હવાલા વાલા નહીં.’ એવી અત્યંત સિરિયસ સિચ્યુએશનમાં આવી ચીઝી લાઇન બોલતા તમે અક્ષય કુમાર, ઈમરાન હાશમી જેવા (‘વન્સ અપોન’માં આવી લાઇન્સ બોલી ચૂકેલા) અભિનેતાઓને કલ્પી જુઓ.
સ્કેમ 1992ની સફળતામાં એક્સપ્રેસિવ ચહેરો ધરાવતા પ્રતીક ગાંધીની એક્ટિંગનો સિંહફાળો છે

સ્કેમ 1992ની સફળતામાં એક્સપ્રેસિવ ચહેરો ધરાવતા પ્રતીક ગાંધીની એક્ટિંગનો સિંહફાળો છે

 • સિરીઝ જોતાં જોતાં મને રિયલાઇઝ થયું કે ‘સ્કેમ 1992’નું સ્ટોરીટેલિંગ ડિટ્ટો ‘નેટફ્લિક્સ’ની અન્ય સુપરહિટ વેબસિરિઝ ‘નાર્કોસ’ની જ લાઇન પર જાય છે. બંનેના કેન્દ્રમાં એક કાયદાને સામે છેડે ઊભેલો એક અન્ડરડોગ એન્ટિ હીરો છે. ત્યાં ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર હતો, અહીં બિગ બુલ હર્ષદ શાંતિલાલ મહેતા છે (હર્ષદ વ્હાઇટ કોલર ક્રિમિનલ હતો, એટલો ફેર). બંનેની લાઇફ સ્ટોરી ગ્રીક દંતકથાના ‘ઈકારસ’ જેવી છે, જેને ગ્રાફમાં બેલ કર્વની જેમ પ્રસ્તુત કરી શકાય. બંને સિરીઝમાં એમને નીચેથી ઉપર ઊઠતા અને પછી ધરાશાયી થતા બતાવ્યા છે. બંને ફેમિલી મેન છે. રાધર, ફેમિલી સાથેનું આ બોન્ડિંગ જ આપણને બંનેનાં પાત્રો પ્રત્યે સહાનુભૂતિ ફીલ કરાવે છે. નાર્કોસ (જો મારી ભૂલ ન થતી હોય તો) DEA એજન્ટ હાવિએર પેન્યાના વોઇસ ઓવરથી બતાવવામાં આવી છે, સ્કેમમાં સુચેતા દલાલ સૂત્રધાર છે (કેમ કે, એમની બુક પરથી આ સિરીઝ બની છે). પાબ્લો અને DEAની ભિડંતમાં વચ્ચે કેલી કાર્ટેલ જેવી હરીફ ગેંગ અને કોલંબિયન સરકાર હતી. સ્કેમમાં હર્ષદ અને સુચેતા દલાલની ભિડંતમાં CBI, રિઝર્વ બેન્ક, ભારત સરકાર અને હરીફ તરીકે સિટી ગ્રૂપ, મની માર્કેટ, બેઅર ગેંગ છે. આટલાં જોડકાં તો પહેલા જ ધડાકે જોડી શકાય છે. પછી જેમ જેમ વિચારતા જાઓ તેમ નવું પણ જડી શકે.
 • હા, જે બાબતે સ્કેમ અને નાર્કોસ અલગ પડે છે, તે છે પૈસા (અને હિંસા). નાર્કોસમાં પૈસાના ઢગલેઢગલા બતાવાયેલા, જ્યારે અહીં હજારો કરોડના કૌભાંડની વાત હોવા છતાં ક્યાંય કરન્સી નોટનું નામોનિશાન નથી! (પ્રેસ કોન્ફરન્સવાળા સીનને બાદ કરતાં!) અને ફાઇનાન્શિયલ ફ્રોડ છે એટલે હિંસાનો તો સવાલ જ નથી.
કોલંબિયન ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર ને ચમકાવતી વેબ સિરીઝ ‘નાર્કોસ’ અને હર્ષદ મહેતાના જીવન પર આધારિત ‘સ્કેમ 1992’ વચ્ચે ગજબ સામ્યતા છે

કોલંબિયન ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર ને ચમકાવતી વેબ સિરીઝ ‘નાર્કોસ’ અને હર્ષદ મહેતાના જીવન પર આધારિત ‘સ્કેમ 1992’ વચ્ચે ગજબ સામ્યતા છે

 • નાર્કોસના પાબ્લો અને સ્કેમના હર્ષદ પ્રત્યે આપણને સિમ્પથી થાય છે, એનું તે બંનેને ફેમિલી મેન બતાવાયા હોવા ઉપરાંત બીજું એક કારણ એ પણ છે કે એમનાં પરાક્રમોને કારણે જે લોકો બરબાદ થઈ ગયેલા એ સાવ ટોકન રૂપે જ બતાવાયું છે. જો નાર્કોસમાં ડેની બોયલની ‘ટ્રેઇનસ્પોટિંગ’ જેવી ડ્રગ્સની ઇફેક્ટ્સ બતાવાઈ હોત, તો પાબ્લો પ્રત્યે આટલી સિમ્પથી ન થાત. ડિટ્ટો, હર્ષદ કે એ વખતના એના જેવા બીજા ફ્રોડસ્ટરોએ કેટલા લોકોનું કેવું કેવું ધનોતપનોત કાઢ્યું એ બતાવ્યું હોત તો હર્ષદની કલમમાં આવતી સફેદી, CBI દ્વારા થતી હેરાનગતિ વગેરે આપણને એટલું ખૂંચ્યું ન હોત. હા, અહીં પણ ટોકનરૂપે હર્ષદના સ્કેમથી બરબાદ થયેલા એક વ્યક્તિનો સબપ્લોટ છે ખરો, પણ લગભગ દરેક સીનમાં હર્ષદની જ વાતો થતી હોય એની સામે આનો સ્ક્રીનટાઇમ સિમ્પથી ક્રિએટ કરવા માટે પૂરતો નથી (વળી, એ નવા કેરેક્ટરને આપણે ઓળખતા પણ ન હોઈએ એટલે પ્રેક્ષક તરીકે એના પ્રત્યે સહાનુભૂતિ ન જ જન્મે). આ જ લોજિક છે કે આપણને પાછળથી કે. માધવન (રજત કપૂર) જેવું નખશિખ પ્રામાણિક કેરેક્ટર હર્ષદને હેરાન કરે છે ત્યારે એના પ્રત્યે પણ ખુન્નસ જાગે છે.
 • ‘સ્કેમ 1992’ના મોટા ભાગના સીન બે વ્યક્તિ કે બે વ્યક્તિનાં ગ્રૂપ વાતો કરતા હોય એ પ્રકારના (‘ફેસ ઑફ’ ટાઇપના) જ છે. કોઈ જાહેરખબર બનાવવા માટે એડ એજન્સીઓ આ ક્વિક રસ્તો અપનાવે છે, જેમાં એક પાત્ર પાસે સવાલ હોય અને બીજા પાસે જેની એડ હોય તે પ્રોડક્ટ જવાબરૂપે હોય (ફોર એક્ઝામ્પલ, ‘હમ ચાહતે હૈ કિ બારાતિયોં કા સ્વાગત પાનપરાગ સે હો..’ ‘ઓહો, હમેં ક્યા માલુમ આપ ભી પાન પરાગ કે શૌકિન હૈ…!’). ‘સ્કેમ 1992’માં રેન્ડમલી કોઈપણ સીન પકડશો તો તેમાં એક વ્યક્તિ પાસે સવાલ કે શંકા હશે અને બીજા પાસે તેનો જવાબ કે ઉકેલ હશે. ઉદાહરણ રૂપે તમે સુચેતા-દેબાશિષ, હર્ષદ-અશ્વિન, હર્ષદ-જ્યોતિ, CBI-હર્ષદ, કે ઈવન શરદ બેલ્લારી-આર. કે. લક્ષ્મણ કે સુચેતા-આર. કે. લક્ષ્મણ એટસેટરાના કોઈપણ સીન લઈ શકો. ફોર્મેટ આ જ રહે છે. એક પાત્ર પાસે સવાલ કે ડાઉટ છે, બીજા પાસે જવાબ છે. અથવા એક પાત્ર બીજા પાત્ર સાથે વાત કરતું હોય એ રીતે કોઈ નવી ઇન્ફર્મેશન આપે છે. અને આવા કોઈપણ બે સીનને વચ્ચે એક એસ્ટાબ્લિશિંગ શૉટથી અલગ પાડી દેવાનો. અર્થાત્ આવા બે સીન વચ્ચે મુંબઈ કે દિલ્હીનો એરિયલ શૉટ, જીજીભોય ટાવર, હર્ષદનું ઘર, CBI હેડક્વાર્ટર વગેરેના ડ્રોન શૉટથી અલગ પાડી દેવાના. તેના પર તારીખ ડિસ્પ્લે કરાવી દેવાની. યાને કે મારી ફેવરિટ એવી ‘શૉ, ડોન્ટ ટેલ’ની સિનેમેટિક ટેક્નિક માટે, બોલ્યા વિના કેમેરાથી કથા કહેવા માટે કોઈ સ્પેસ જ ન રહે. બની શકે કે સુચેતા દલાલના પુસ્તકમાં રજૂ કરાયેલી અઢળક ઇન્ફર્મેશનને ડોક્યુડ્રામા તરીકે સમાવવા માટે આ સીધો રસ્તો અપનાવાયો હોય. ઈશ્ક-રિસ્ક, લોચા લફડા જલેબી ફાફડા, લાઇટર-ધમાકા, જેબ મેં મની-કુંડલી મેં શનિ… વગેરે જેવાં કૅચી વનલાઇનર્સ મૂકવાનો આઇડિયા પણ સિરિયલને બોરિયતના બોરવેલમાં પડતી બચાવવાનો જ હશે. ડિટ્ટો, દરેક એપિસોડને અંતે આવતાં અને જે તે સમયની ફીલ આપતાં મેઇનસ્ટ્રીમ ફિલ્મી સોંગ્સ મૂકવાનો આઇડિયા પણ.
 • એક સરખી સ્ટાઇલમાં દરેક સીનનું ફોર્મેશન હોવા છતાં તે મોનોટોનસ કે રિપિટિટિવ નથી લાગતું તેનું એક કારણ આ સિરીઝનું સુપર્બ કાસ્ટિંગ પણ છે.
 • અમેરિકાના સબપ્રાઇમ ક્રાઇસિસ પર બનેલી મસ્ત ફિલ્મ ‘ધ બિગ શોર્ટ’માં ઈકોનોમિક્સના અઘરા શબ્દો સમજાવવા માટે એક ઇઝી છતાં ઇન્ટરેસ્ટિંગ શોર્ટકટ લેવાયેલો. ફિલ્મમાં ફાઇનાન્શિયલ વર્લ્ડનો કોઈ અઘરો શબ્દ ઇન્ટ્રોડ્યુસ થાય એટલે તેને સમજાવવા માટે સેલેના ગોમેઝ, માર્ગો રોબી જેવી સેલિબ્રિટી આવીને તેની વ્યાખ્યા આપી જાય (ફિલ્મ સાથે તેમને કોઈ જ લેવાદેવા ન હોય. એ સીધી ‘ફોર્થ વૉલ’ બ્રેક કરીને ઑડિયન્સ સાથે જ સંવાદ માંડે). સ્કેમમાં આ વ્યાખ્યાઓને સરસ રીતે વાર્તાને આગળ ધપાવવા માટે તેને વાતચીતમાં જ વણી લેવાઈ છે. જેમ કે, પહેલા જ એપિસોડમાં શારીબ હાશમીનું શરદ બેલ્લારીનું કેરેક્ટર આવીને BR (બેન્ક રિસીટ), SGL (સબસિડિયરી જનરલ લેજર), PDO (પબ્લિક ડેટ ઑફિસ)ની વ્યાખ્યા સમજાવી જાય છે (જેના પર જ આખું કૌભાંડ આકાર લેવાનું છે) અને સાથોસાથ કોઈ મોટું કૌભાંડ ચાલે છે તેનો સ્કૂપ પણ આપી જાય છે. હર્ષદ જ્યારે ‘જોબર’ તરીકે કામ શરૂ કરે છે અને સફળ થાય છે ત્યારે બહુ સરળતાથી ભૂષણ (મસ્ત ચિરાગ વોરા) હર્ષદને જોબર એટલે શું તે સમજાવી શક્યો હોત. પરંતુ થોડીવાર પછી જ્યોતિ હર્ષદને પૂછે છે કે મારાં પિયરમાં પૂછે કે જમાઈ શું કરે છે ત્યારે મારે એમને શું કહેવાનું? એ પછી હર્ષદ એને બેસાડીને પ્રેમથી લોકલ ટ્રેનની ઉપમા આપીને જોબરનો અર્થ સમજાવે છે. એ સીનમાં પત્નીને પલંગ પર બેસાડીને હર્ષદ પોતે એના કરતાં નીચે બેસે છે, જેથી એક સેકન્ડ માટે પણ પેટ્રનાઇઝિંગ કે મેનસ્પ્લેનિંગ (mansplaining)ની ફીલ નથી આવતી. ઊલટું, બંને કેરેક્ટર વચ્ચેનો બોન્ડ ઓર મજબૂત બને છે (સાથોસાથ આપણા મનમાં હર્ષદ પ્રત્યેનો અનુરાગ પણ).
 • હેજિયોગ્રાફી એટલે કે ભક્તિસભર મહિમામંડન ન લાગે તે રીતે મેઇન કેરેક્ટરનાં ગુણ-દોષ બતાવીને-તેનું બેલેન્સ રાખીને પણ બાયોપિક બનાવી શકાય તે (સ્પેશિયલી હિન્દી મેકર્સને) સ્કેમ 1992એ બતાવી આપ્યું છે. આ સિરીઝ જોતાં જોતાં જ લાગ્યું કે CBIવાળા કે. માધવન અને વકીલ રામ જેઠમલાણી કે ઈવન ચંદ્રાસ્વામી પર પણ સિરીઝ બનાવવાની તક કોઈકે ઝડપી લેવી જોઈએ.
 • જેવી રીતે આર.કે. લક્ષ્મણનું કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરીને ફીલ ગુડ કરાવવાનો આઇડિયા ગ્રેટ હતો (એમની બાયોપિક પણ ખોટો આઇડિયા નથી!), એ જ રીતે હર્ષદનો ફેમસ ઇન્ટરવ્યૂ લેનારા પ્રીતિશ નાંદી પાસે જ એ ઇન્ટરવ્યૂના સીન શૂટ કરાવવાનો આઇડિયા પણ જીનિયસ છે.
વિજય તેંડુલકરનું પ્લે ‘ખામોશ, અદાલત જારી હૈ’ વાંચતા RBI ગવર્નરનું પાત્ર ભજવી રહેલા એક્ટર અનંત મહાદેવન

વિજય તેંડુલકરનું પ્લે ‘ખામોશ, અદાલત જારી હૈ’ વાંચતા RBI ગવર્નરનું પાત્ર ભજવી રહેલા એક્ટર અનંત મહાદેવન

 • એક એપિસોડમાં (જ્યારે મનોહર ફેરવાની (કે.કે. રૈના) મોડી રાત્રે RBI ગવર્નર) એસ. વેંકટરમણ (અનંત મહાદેવન)ને ફોન કરે છે, ત્યારે વેંકટરમણને વિજય તેંડુલકરનું પ્લે ‘ખામોશ, અદાલત જારી હૈ’ (‘શાંતતા, કોર્ટ ચાલુ આહે’નું હિન્દી વર્ઝન) વાંચતા બતાવાયા છે. ઈચ્છીએ તો તેની સ્ટોરી અને સ્કેમનાં પાત્રો વચ્ચે પણ સિમિલારિટી ડ્રો કરી શકીએ. ત્યારે એક સવાલ એ થયો કે એક તમિલિયન બ્યુરોક્રેટ રાત્રે વાંચવા માટે હિન્દી બુક પસંદ કરી શકે ખરા?!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :