Former Bollywood Actress Zaira Wasim Requested Her Fanpages To Take away Her Footage | બોલિવૂડ છોડ્યા પછી ઝાયરા વસીમે કહ્યું, ‘મારા ફોટો ડિલીટ કરી દો, હું મારા જીવનની નવી શરુઆતના પ્રયત્નો કરી રહી છું’

/
/
/
9 Views

Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઝાયરા વસીમે પોતાના ચાહકોને તેનો ફોટો ડિલીટ કરવા આજીજી કરી છે. ઝાયરાનું કહેવું છે કે, બધા ફોટોઝને ઇન્ટરનેટ પરથી ડિલીટ કરવા તો અશક્ય છે, પરંતુ ફેન્સને વિનંતી તો કરી શકે છે. ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ અપીલ કરી છે. તેણે અમેરિકાના નેતા બર્ની સેન્ડર્સનું એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે કેમાં લખ્યું છે કે ડીયર ફેનપેજીસ, હું તમને મારા મેસેજ વાંચવા વિનંતી કરું છું.

ઝાયરાએ લખ્યું છે કે, ‘હેલો એવરીવન, તમે બધાએ મને જે પ્રેમ આપ્યો અને દયા દર્શાવી તે બદલ હું તમારી આભારી છું. તમે બધા મારા પ્રેમ અને સાહસનો રસ્તો છો. દરેક સમયે મારી સાથે રહેવા માટે આભાર. હું તમને બધાને વિનંતી કરું છું કે, મારા ફોટોઝ તમારા અકાઉન્ટમાંથી ડિલીટ કરી દો અને બોજા ફેન પેજને પણ આવું કરવા કહો. જો કે, ઇન્ટરનેટ પર બધા ફોટોઝ ડિલીટ કરવા તો અશક્ય છે પરંતુ હું તમને વિનંતી તો કરી શકું છું કે આ પેજ પર ફોટો શેર ના કરો. મને આશા છે કે બાકીની વસ્તુમાં પણ તમે મારી મદદ કરશો. હું મારા જીવનમાં નવો અધ્યાય શરુ કરવાના પ્રયત્નો કરી રહી છું અને મને તમારા સાથથી ચોક્કસ ફાયદો થશે. મારા સફરમાં સાથ આપવા માટે આભાર.’

અકાઉન્ટ પર એક પણ ફોટો નથી
ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પોતાના દરેક ફોટોઝ ડિલીટ કરી દીધા છે. પોતાનો એક પણ ફોટો નથી, પરંતુ બધે ધાર્મિક વિચારો સાથે જોડાયેલી પોસ્ટ છે. ઝાયરાએ ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મમાં કામ કર્યા પછી 2019માં બોલિવૂડ છોડી દીધું. તેનું કારણ ધર્મ સાથેનું જોડાણ જણાવ્યું હતું. બોલિવૂડ છોડ્યા પછી તેની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ પણ રિલીઝ થઇ હતી. તેમાં તેણે મોટિવેશનલ સ્પીકર આયેશા ચૌધરીનો રોલ પ્લે કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :