Farhan Akhtar Turns 47, Know Some Fascinating Information About The Actor | અધુના સાથે લગ્નજીવન 17 વર્ષ ચાલ્યું હતું, હાલ પોતાનાથી 7 વર્ષ નાની મોડલ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક મિનિટ પહેલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર 47 વર્ષનો થઈ ગયો છે. 9 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઈમાં તેનો જન્મ થયો હતો. ફરહાનની માતા હની ઈરાની અને પિતા જાવેદ અખ્તર બંને સ્ક્રીન રાઈટર છે. તેની મોટી બહેન ઝોયા અખ્તર બોલિવૂડની ફેમસ ડિરેક્ટર અને રાઈટર છે. ફરહાન નાનો હતો ત્યારે પિતા જાવેદ અખ્તરે બોલિવૂડ એક્ટ્રેસ શબાના આઝ્મી સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે, સાવકી માતા સાથે પણ ફરહાનના સારા સંબંધો છે. ઘણીવાર બંને સાથે જોવા પણ મળે છે.

2001માં ફરહાનનું કરિયર શરુ થયું હતું
ફરહાન અખ્તરે વર્ષ 2001માં ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે, એક્ટિંગ ડેબ્યુ ફિલ્મ ‘રોક ઓન’(2008)થી શરુ થયું હતું. એક્ટર અને ડિરેક્ટર ઉપરાંત તે સિંગર પણ છે. આશરે 20થી વધારે ફિલ્મોમાં તે સામેલ થયો તેમાં અમુકમાં એક્ટર તો ઘણી ફિલ્મમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું. ‘રોક ઓન’(2008), ‘ઝિંદગી ના મિલેગી દોબારા’(2011) અને ‘શાદી કે સાઈડ ઈફેક્ટ’(2014)માં સોંગ પણ ગાયા છે.

લગ્નજીવનનો અંત
ફરહાન અખ્તર પત્ની અધુનાથી અલગ થઈ ગયો છે. બંનેના લગ્ન વર્ષ 2000માં થયા હતા અને 17 વર્ષ સાથે રહ્યા. બંનેએ મરજીથી અલગ થવા તલાક લીધા. તેણે ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, ‘હું (ફરહાન) અને અધુના એકબીજાની સહમતીથી અલગ થઇ રહ્યા છે. બાળકો અમારી પ્રાયોરિટી રહેશે. તેમની દેખભાળ અમે કરતા રહીશું. હું નથી ઈચ્છતો કે કારણ વગરની ચર્ચાઓમાં તે લોકો સામેલ થાય. અમને હાલ પૂરી પ્રાઈવસી આપવામાં આવે.’
‘દિલ ચાહતા હૈ’ના સેટ પર મુલાકાત થઈ હતી
ફરહાન-અધુનાની ગણતરી બોલિવૂડના સૌથી સ્ટાઈલિશ કપલમાં થતી હતી. અધુનાએ બોલિવૂડમાં એક હેર સ્ટાઈલિસ્ટ તરીકે ઓળખ બનાવી. બંનેની મુલાકાત દિલ ચાહતા હૈના સેટ પર થઈ હતી. અધુના ફરહાન કરતાં છ વર્ષ મોટી છે. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કર્યા હતા. તેમની બે દીકરીઓ શાક્યા અને અકીરા છે.

હાલ શિબાની દાંડેકરને ડેટ કરે છે
તલાક પછી ફરહાન મોડલ અને એક્ટ્રેસ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. તે સાત વર્ષ નાની છે. બંને 2015માં આવેલા શો ‘આઈ કેન ડુ ધેટ’માં મળ્યા હતા. ફરહાન તે સમયે શો હોસ્ટ કરતો હતો અને શિબાની પણ એ શોમાં હતી. 40 વર્ષની શિબાની સલમાનની ફિલ્મ ‘સુલતાન’માં પણ દેખાઈ ચૂકી છે. શિબાની સિંગર પણ છે
શિબાની એક્ટ્રેસ અને સિંગર અનુષા દાંડેકરની બહેન છે. શિબાનીના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2014માં આવેલી મરાઠી ફિલ્મ ‘ટાઈમપાસ’માં આઈટમ નંબરથી શરુઆત કરી હતી. એ પછી 2015માં ‘રોય’ અને ‘શાનદાર’ જેવી ફિલ્મમાં પણ દેખાઈ હતી.