Emraan Haashmi share the Chehre poster, Rhea Chakraborty is missing | અમિતાભ-ઈમરાન સહિતની સ્ટાર-કાસ્ટ જોવા મળી, રિયા ચક્રવર્તી ફિલ્મમાં હોવા છતાં પોસ્ટરમાંથી ગાયબ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલમાં જ ઈમરાન હાશ્મીએ ફિલ્મ ‘ચેહરે’નું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. આ ફિલ્મ 30 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
પોસ્ટરમાં રિયા ચક્રવર્તી દેખાતી નથી

ઈમરાનને સો.મીડિયામાં આ તસવીર શૅર કરી છે
આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. ઈમરાને શૅર કરેલાં પોસ્ટરમાં અમિતાભ, ઈમરાન એકદમ ગંભીર મુદ્રામાં જોવા મળે છે. જ્યારે તેમની આસપાસ ક્રિસ્ટલ ડિસોઝા, અન્નુ કપૂર, દ્રિતીમન ચેટર્જી તથા રઘુવીર યાદવ છે.

પ્રોડ્યૂસર આનંદ પંડિત સાથે રિયા ચક્રવર્તી ફિલ્મ ‘ચેહરે’ના સેટ પર
આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે. જોકે, ઈમરાને શૅર કરેલાં પોસ્ટરમાં રિયા દેખાતી નથી. આટલું જ નહીં ઈમરાને ફિલ્મના કલાકારોને પોતાની પોસ્ટમાં ટૅગ પણ કર્યા છે, આમાં પણ રિયાનું નામ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈ, 2019માં રિયાએ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો.
2020માં રિયા વિવાદમાં ફસાઈ
ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત તથા રિયા વચ્ચે રિલેશન હતા. રિયા 8 જૂનના રોજ સુશાંતનું ઘર છોડીને પોતાના ઘરે ગઈ હતી. સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ કર્યો હતો. રિયા ચક્રવર્તીનું નામ ડ્રગ્સ કેસમાં આવતા તે એક મહિનો જેલ પણ રહી હતી.

રિયા હવે સામાન્ય જીવન જીવતી થઈ છે. તે ઘણીવાર જીમની બહાર ભાઈ શોવિક સાથે જોવા મળે છે
‘જેલમાં રહ્યા બાદ અંદરથી તૂટી ગઈ છે રિયા’
ફિલ્મમેકર રૂમી જાફરીએ વેબ પોર્ટલ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘જેલમાં રહ્યા બાદ રિયા અંદરથી સાવ તૂટી ગઈ છે. તેના માટે 2020નું વર્ષ ઘણું જ ખરાબ રહ્યું છે. રિયા પૂરી રીતે ભાંગી પડી છે. તે એકદમ શાંત થઈ ગઈ છે. તે બહુ બોલતી નથી.’