Director Sanjay pays tribute to Sushant by making ‘Chanda Mama Door Ke’, saying- ‘It’s troublesome for me to take another person as a substitute of SSR’ | ડિરેક્ટર સંજય ‘ચંદા મામા દૂર કે’ બનાવીને સુશાંતને ટ્રિબ્યૂટ આપશે, કહ્યું- ‘SSRની જગ્યાએ અન્ય કોઈને લેવા મારા માટે મુશ્કેલ’
- Gujarati Information
- Leisure
- Bollywood
- Director Sanjay Will Pay Tribute To Sushant By Making ‘Chanda Mama Door Ke’, Saying ‘It Is Troublesome For Me To Take Somebody Else As an alternative Of SSR’
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
ડિરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ ફિલ્મ ‘ચંદા મામા દૂર કે’ બનાવીને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપવા ઈચ્છે છે. હાલમાં જ સંજયે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સુશાંતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સુશાંતના સૌથી નિકટ સંજય ભારતની પહેલી સ્પેસ ફિલ્મ બનાવવા માગતો હતો. ફિલ્મના કેરેક્ટરની તૈયારી માટે સુશાંત 2018માં નાસા પણ ગયો હતો. જોકે, બજેટને કારણે આ ફિલ્મ બની શકી નહોતી. પછી સુશાંતના મોત બાદ સંજયે આ ફિલ્મનું કામ બંધ કરી દીધું હતું. હવે સંજયે આ ફિલ્મ માટે સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ કરવાનું શરૂ કર્યું છે.
સુશાંતને બદલે અન્ય કોઈને લેવો મુશ્કેલ
ઈન્ટરવ્યૂ દરમિયાન સંજયે કહ્યું હતું, ‘મારા માટે આ ફિલ્મના લીડ રોલ માટે સુશાંતને બદલે અન્ય કોઈ કલાકારને લેવો દુઃખદાયી છે. અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ બાકી છે. આ સાથે જ લીડ એક્ટર ફાઈનલ કરવાનો છે.’
સુશાંતની નિકટ હતો
આ પહેલાં સંજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ પ્રોડ્યૂસરની સાથે સુશાંતને વિવાદ થયો હતો પરંતુ તેને કારણે તેમના સંબંધો ક્યારેય ખરાબ થયા નહોતા. તે હંમેશાં તેની નિકટ રહ્યો હતો. તેઓ નિયમિત રીકે વાત કરતા હતા. તેમની વચ્ચે ફિલ્મથી લઈ પુસ્તકો અંગેની વાતો થતી હતી.
સુશાંત કેસમાં CBI તપાસ
સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં થયું હતું. તેના મોત બાદ CBI, ED, NCB તપાસ કરી રહ્યા છે. જોકે, હજી સુધી તપાસનું કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નથી.