Hit enter after type your search item
GujjuShare

Share Your Story

Dimple Kapadia’s worldwide debut from the movie ‘Tenet’ | ફિલ્મ ‘ટેનેટ’થી ડિમ્પલ કાપડિયાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ, કહ્યું- ‘ઓડિશન સમયે ક્રિસ્ટોફર નોલનને સામે જોઈ સંવાદો ભૂલી ગઈ હતી’

/
/
/
13 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ12 મિનિટ પહેલાલેખક: અંકિતા તિવારી

  • કૉપી લિંક

ડિમ્પલ કાપડિયા ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરશે. ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ટેનેટ’માં જોવા મળશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડિમ્પલે ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા શૅર કર્યાં હતાં.

ક્રિસ્ટોફર નોલનનું ડિરેક્શન ભારતીય ડિરેક્ટર કરતાં કેટલું અલગ છે?
ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ બનાવવાની રીત ઘણી જ અલગ છે. તે બહુ જ ફોકસ થઈને કામ કરે છે અને પોતાની સ્ક્રિપ્ટમાં હંમેશાં કંઈકને કંઈક છુપાવતા હોય છે. તેમની ફિલ્મ ક્યારેય એકવાર જોવાથી સમજાતી નથી. જો તમે તેમની ફિલ્મ જોવો છો તો પહેલીવારમાં તમે આશ્ચર્યમાં મૂકાશો. જ્યારે તમે બીજી કે ત્રીજીવાર ફિલ્મ જોશો ત્યારે સ્ટોરી વધુ સમજાશે. ખાસ વાત એ છે કે ક્રિસ્ટોફર નોલનની શૈલી અલગ છે. તેમની ફિલ્મ ‘ધ પ્રેસ્ટીજ’ ચાર વાર જોઈ છે અને લાગે છે કે થોડાં દિવસ બાદ ફરી એકવાર જોઈશ.

ફિલ્મ કેવી રીતે ઓફર થઈ?
ક્રિસ્ટોફર નોલન જેવા ડિરેક્ટરની સાથે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવું મોટી વાત છે. મને જ્યારે મારા રોલ માટે મારી કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો ત્યારે મેં ઓડિશનની લિંક બનાવીને મોકલી હતી. જોકે, મને ડર હતો કે આટલા મોટા ડિરેક્ટર છે તો મને કદાચ સિલેક્ટ નહીં કરે અને જો હું સિલેક્ટ ના થઈ તો મને ખરાબ લાગશે. જોકે, જ્યારે હું ત્યાં ગઈ અને તેમને મળી અને મેં ઓડિશન આપ્યું હતું. પહેલો ટેક તો સારો રહ્યો પરંતુ બીજા ટેકમાં હું અટકી ગઈ હતી. મેં તેમને કહ્યું કે કેવી રીતે હું તેમની આગળ સાવ બ્લેન્ક થઈ ગઈ અને બધું જ ભૂલી ગઈ.

ત્યારે ક્રિસ્ટોફર નોલને પોતાના હાથમાં કેમેરો લઈને શૂટિંગ ચાલુ કરાવ્યું અને મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. પૂરી ટીમ ફોકસથી કામ કરે છે.

આ રોલ માટે લાઈસ્ટાઈલમાં કેવા પ્રકારનો ફેરફાર આવ્યો?
મને યાદ છે કે આ રોલ માટે સિલેક્ટ થયા બાદ ક્રિસ્ટોફર નોલને મને કહ્યું હતું કે તમારે તમારા વાળને સફેદ કરવા પડશે. ત્યારે મેં વિચાર્યું કે જે થોડાં ઘણાં કાળાવાળ હતા તેનું પણ સત્યનાશ કરી નાખ્યું અને બધા વાળ સફેદ કરી નાખ્યા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મને કોઈ મુશ્કેલી પડી નથી. સેટ પર બધાએ બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું.

કોરોનાકાળમાં ભારતીય આ ફિલ્મને થિયેટરમાં જોવા કેમ જાય?
ક્રિસ્ટોફર નોલન જેવા ડિરેક્ટરના ભારતમાં લાખો ચાહકો છે. જ્યારે પણ તેમની ફિલ્મ આવે ત્યારે ચાહકો થિયેટરમાં જાય છે. કોરોનાકાળમાં પણ મને આશા છે કે લોકો સાવધાની રાખીને આ ફિલ્મ જરૂરથી જોવા આવશે. જ્યારે લોકો મોલમાં જઈ શકે છે, કામ માટે બહાર નીકળી શકે છે તો ફિલ્મ જોવા માટે પણ જશે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે.

દીકરી ટ્વિંકલ તથા જમાઈ અક્ષયનું રિએક્શન શું હતું?
કાસ્ટિંગની સમાચાર મળ્યાં તો મેં સૌ પહેલાં મારી માતાને આ વાત કહી હતી. તેમના ચહેરા પર પ્રેમાળ હાસ્ય હતું. ટ્વિંકલ તથા અક્ષયે જ્યારે આ ખબર પડી તો તે ઘણાં જ ખુશ થયા અને તેમને ગર્વ થયો. મારા દોહિત્રી, દોહિત્ર ઘણાં જ ઉત્સાહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :