Boney Kapoor And Dimple Kapadia To Play Ranbir Kapoor’s Dad and mom In Luv Ranjan’s Upcoming Untitled Movie | લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા રણબીરનાં માતા-પિતા બનશે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક કલાક પહેલા
- કૉપી લિંક
ડિરેક્ટર લવ રંજનની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર શનિવારે નોઈડા પહોંચ્યા. રિપોર્ટ્સ અનુસાર, લવ રંજનની આ અનટાઇટલ્ડ ફિલ્મની સ્ટારકાસ્ટમાં બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા પણ સામેલ છે. ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કપાડિયા રણબીર કપૂરનાં પેરેન્ટ્સના રોલમાં દેખાશે. મેકર્સ ફિલ્મનું એક શેડ્યુઅલનું શૂટિંગ સ્પેનમાં શરૂ કરવા ઇચ્છતા હતા પણ કોરોનાને કારણે મેકર્સને દેશમાં જ શૂટિંગ કરવું પડી રહ્યું છે.
અર્જુને તેના પિતાને આ રોલ માટે મનાવ્યા
સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મમાં રણબીર કપૂરના પિતા એક અમિર અને આત્મવિશ્વાસી માણસ છે. ફિલ્મના રાઇટર ઇચ્છતા હતા કે બોની કપૂર જેવો વ્યક્તિ જ આ રોલ પ્લે કરે. મેકર્સે જ્યારે બોની કપૂરને આ વિશે જણાવ્યું તો તેમણે ના પાડી દીધી હતી. ત્યારબાદ લવ રંજને અર્જુન કપૂરને તેમને મનાવવા માટે કહ્યું હતું.
અર્જુન સિવાય અંશુલા, જાહ્નવી અને ખુશીએ પણ પિતાને આ ફિલ્મમાં રોલ પ્લે કરવા મનાવ્યા. અંતે બોની કપૂર માની ગયા. હાલ બોની કપૂર હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા છે અને સોમવારે આ ફિલ્મના સેટ પર પહોંચશે. બોની કપૂરે હાલમાં જ રિલીઝ થયેલી અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ‘AK VS AK’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું છે.
ડિમ્પલ કપાડિયા રણબીરની માતા બનશે
ફિલ્મમાં બોની કપૂરની પત્ની અને રણબીર કપૂરની માતાનો રોલ રિશી કપૂરની રોમેન્ટિક કોમેડી ‘બોબી’માં કામ કરી ચૂકેલા ડિમ્પલ કપાડિયા નિભાવશે. રણબીર આ સિવાય અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ દેખાશે. તેમાં તે પહેલીવાર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે કામ કરતો દેખાશે. ફિલ્મમાં રણબીર સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન પણ લીડ રોલમાં છે.