Bombay Excessive Courtroom to listen to Sonu Sood’s plea on January 13, orders BMC to take no motion until then | બોમ્બે હાઈકોર્ટ સોનુ સૂદની અરજી પર 13 જાન્યુઆરીએ સુનાવણી કરશે, BMCને ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના કરવાનો આદેશ
Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
બોમ્બે હાઈકોર્ટે BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદની અરજી પરની સુનાવણી હવે 13 જાન્યુઆરીએ કરવાનું નક્કી કર્યું છે. સુનાવણીમાં જજ પૃથ્વીરાજ ચ્વહાણે 13 જાન્યુઆરી સુધી BMCને સોનુ સૂદ વિરુદ્ધ કોઈ એક્શન ના લેવાનો આદેશ આપ્યો છે.
સોનુ પર રહેઠાણને હોટલમાં ફેરવવાનો આક્ષેપ
BMCએ સોનુ પર એક છ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં ફેરવવાનો આક્ષેપ મૂક્યો છે. જુહૂ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. સોનુના વકીલે કહ્યું હતું, ‘અરજીકર્તા (સોનુ સૂદ)એ BMC પાસેથી પરમિશન લીધેલા હિસ્સામાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર એ જ ફેરફારો કરવામાં આવ્યા છે, જેને મહારાષ્ટ્ર ક્ષેત્રીય તથા નગર નિયોજને પરવાનગી આપી હતી.’
BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સૂદે મુંબઈમાં એ બી નાયર રોડ સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર હોટલ બનાવી દીધી છે. શક્તિ સાગર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે અને તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 હેઠળ દંડનીય અપરાધ છે. આથી જ સોનુ સૂદ વિરુદ્ધ નિયમ પ્રમાણે એક્શન લેવા જોઈએ. BMCએ સોનુ સૂદ પર બિલ્ડિંગનો હિસ્સો વધારવાનો, નકશામાં ફેરફાર કરવાનો તથા હેતુફેરનો આક્ષેપ મૂક્યો છે.
BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદ કોર્ટમાં ગયો હતો
BMCના અધિકારીઓએ એમ કહ્યું હતું કે BMC તરફથી આપવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેને વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. BMCનું કહેવું છે કે કોર્ટ તરફથી આપવામાં આવેલો ત્રણ અઠવાડિયાનો સમય પૂરો થઈ ગયો છે અને એક્ટરે ગેરકાયદેસર બાંધકામ ના હટાવ્યું અને હેતુફેરના નિર્ણયને કેન્સલ પણ કર્યો નથી. આથી જ BMCએ પોલીસ ફરિયાદ કરી છે. આ FIR, MRTP એક્ટ હેઠળ કરવામાં આવી છે.