Hit enter after type your search item
GujjuShare

Share Your Story

bollywood Field workplace assortment is the bottom within the final 13 years, with no hope till March 2021 | બોક્સ ઓફિસ કલેક્શન છેલ્લાં 13 વર્ષમાં સૌથી ઓછું, માર્ચ 2021 સુધી કોઈ આશા નથી

/
/
/
6 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ પહેલાલેખક: ગગન ગુર્જર

  • કૉપી લિંક

લૉકડાઉન બાદ થિયેટરમાં આવેલી એક માત્ર ફિલ્મ મનોજ બાજપેયી તથા દિલજીત દોસાંજની ‘સૂરજ પે મંગલ ભારી’ છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર 2.32 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

2020ને પૂરું થવામાં હવે માત્ર એક મહિનો બાકી છે. 2020ના નવ મહિના બોક્સ ઓફિસ માટે સૌથી ખરાબ સાબિત થયા છે. કોવિડ 19ને કારણે માર્ચમાં લૉકડાઉન થયું હતું અને અન્ય બિઝનેસની જેમ જ ફિલ્મ ઉદ્યોગ પર પણ માઠી અસર થઈ છે.

અનલૉક પછી બીજા ઉદ્યોગ તો શરૂ થઈ ગયા પરંતુ થિયેટર બીજીવાર ખુલ્યા બાદ પણ હજી સુધી લોકો જતાં ડરે છે. ટ્રેડ એનાલિસ્ટ તથા 40 વર્ષથી ડિસ્ટ્રીબ્યૂશનમાં સક્રિય રાજ બંસલે કહ્યું હતું કે કોરોનાને કારણે બોક્સ ઓફિસને 1800-2000 કરોડનું નુકસાન થયું છે.

2020નું કલેક્શન 2007ની રાહ પર
2020નું બોક્સ ઓફિસ કલેક્શન 2007ની રાહ પર છે. આ વર્ષે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મમાંથી 826 કરોડ રૂપિયા (જાન્યુઆરીથી નવેમ્બર) જેટલું કલેક્શન થયું છે. 2007નું કલેક્શન જોઈએ તો નવેમ્બર સુધીમાં 819 કરોડ રૂપિયા થયું હતું.

સૌથી મોટું નુકસાન થિયેટર માલિકને
રાજ બંસલે કહ્યું હતું, ‘જો કોરોનાને કારણે થયેલા નુકસાનની વાત કરીએ તો સૌથી મોટું નુકસાન થિયેટર માલિકોને થયું છે. એક્ટર્સને નુકસાન થયું, કારણ કે ફિલ્મ ઘટી ગઈ છે અને શૂટિંગના દિવસો ઓછા થઈ ગયા છે. જો આપણે 2000 કરોડના નુકસાનની વાત કરીએ તો ઓછામાં ઓછું 1000 કરોડનું નુકસાન તો માત્ર થિયેટર ઓનર્સને જ થયું છે.’

2020માં લૉકડાઉન પહેલાં થિયેટર 73 દિવસ સુધી ખુલ્લા રહ્યાં હતાં અને લૉકડાઉન પછી થિયેટર ખુલે 34 દિવસ પસાર થઈ ગયા છે.

એક મહિનામાં કોઈ ખાસ કલેક્શન નહીં
7 મહિના થિયેટર બંધ રહ્યાં અને 15 ઓક્ટોબરના રોજ બીજીવાર ખુલી ગયા. જોકે, બોક્સ ઓફિસ પર ખાસ કમાણી થઈ નથી. નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. રાજ બંસલે કહ્યું હતું કે જ્યારે જૂની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર છે તો પછી કોઈ પોતાનું જીવન જોખમમાં મૂકીને ટિકિટ ખરીદીને કેમ થિયેટરમાં જાય?’

મેકર્સને કોઈ નુકસાન નહીં
બંસલે વધુમાં કહ્યું હતું, ‘મેકર્સને કોઈ નુકસાન નથી. જો થયું પણ હશે તો બહુ જ સામાન્ય હશે, કારણ કે તેઓ સેટેલાઈટ રાઈટ વેચીને, સંગીત વેચીને, ડિજિટલ રાઈટ વેચીને પૈસા બનાવી લે છે. યશરાજ તથા રિલાયન્સ જેવા મોટા પ્રોડક્શન હાઉસ થિયેટરની સાથે છે, કારણ કે તેમને ખબર છે કે જો તેઓ સાથે ના ઊભા રહ્યાં તો ઈન્ડસ્ટ્રી પડી ભાંગશે. તેમની સાથે ઊભા રહેવું તે બહુ જ મહત્ત્વની વાત છે.’

2020માં અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મ હિટ રહી અને તે અજય દેવગનની ‘તાન્હાજી’ હતી. આ ફિલ્મે 280 કરોડની કમાણી કરી હતી.

આવતા વર્ષે પરિસ્થિતિ સામાન્ય થશે?
રાજ બંસલે કહ્યું હતું, ‘પહેલાં અમને આશા હતી કે ક્રિસમસ પર બોક્સ ઓફિસ ટ્રેક પર આવી શકે છે પરંતુ હાલમાં દેશની જે પરિસ્થિતિ છે, તે જોતા આવતા વર્ષે હોળી પહેલાં સ્થિતિ સામાન્ય થાય તેમ લાગતું નથી. અત્યારે તો થિયેટર બંધ થઈ રહ્યાં છે અને લોકો બીજા જગ્યાએ નોકરી કરે છે. અનેક લોકો ફળ, શાકભાજી વેચવા મજબૂર છે. કોઈએ નાની દુકાન ખોલી નાખી છે, કારણ કે ઘર તો ચલાવવાનું જ છે.’

જો છેલ્લાં 10 વર્ષની તુલના કરીએ તો મોટાભાગની હાઈએસ્ટ ગ્રોસર્સ ફિલ્મ જાન્યુઆરીથી નવેમ્બર સુધી રિલીઝ થઈ છે. આ 10 વર્ષમાં ડિસેમ્બરમાં આમિર ખાન જે ફિલ્મમાં લીડ હીરો હતો, એ જ ફિલ્મ હાઈએસ્ટ ગ્રોસર રહી.

ચર્ચિત ફિલ્મ હજી સુધી થિયેટરમાં રિલીઝ થઈ શકી નથી

ફિલ્મસ્ટાર કાસ્ટડિરેક્ટરક્યારે રિલીઝ થવાની હતીહાલનું સ્ટેટ્સ
સૂર્યવંશીઅક્ષય કુમાર, કેટરીના કૈફ, અજય દેવગન, રણવીર સિંહરોહિત શેટ્ટી12 માર્ચઆવતા વર્ષે
83રણવીર સિંહ, દીપિકા પાદુકોણકબીર ખાન10 એપ્રિલઆવતા વર્ષે
કુલી નંબર 1વરુણ ધવન, સારા અલી ખાન ​​​​ડેવિડ ધવન1 મેક્રિસમસ પર OTT પ્લેટફોર્મ પર
રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈસલમાન ખાન, દિશા પટ્ટણીપ્રભુદેવા22 મેઆવતા વર્ષે
પૃથ્વીરાજઅક્ષય કુમાર, માનુષી છિલ્લરચંદ્રપ્રકાશ દ્વિવેદીદિવાળી પરઆવતા વર્ષે

અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો સિતાબો’, વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’, જાહન્વી કપૂરની ‘ગુંજન સક્સેના’, આલિયા ભટ્ટની ‘સડક 2’, અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ જેવી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે.

અજય દેવગનની ‘ભુજ’ તથા અભિષેકની ‘ધ બિગ બુલ’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. રણબીર કપૂર-આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ તથા આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ હવે આવતા વર્ષે રિલીઝ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :