bollywood actress Kangana slams Twitter CEO after ban on Trump, asks him to not preach | કંગનાએ કહ્યું, ઈસ્લામિક દેશો અને ચીની પ્રોપેગેંડાએ તમને પૂરી રીતે ખરીદી લીધા છે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
કંગનાએ હાલમાં જ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં ટ્વિટર પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેણે માઈક્રોબ્લોગિંગ સાઈટને મુસ્લિમ દેશો તથા ચીની પ્રોપેગેંડાના હાથમાં વેચાઈ ગયેલું કહ્યું હતું. ટ્વિટરના હેડ જેક ડોરસીની 2015ની એક ટ્વીટ વાઈરલ થઈ છે, તેમાં લખ્યું હતું કે ‘ટ્વિટર અભિવ્યક્તિની આઝાદી માટે ઊભું છે. અમે સત્તામાં સત્ય બોલવા માટે છીએ. અમે વાતચીતને સશક્ત બનાવવા માટે ઊભા છીએ.’ જોકે, હાલના ઘટનાક્રમને જોતાં કંગનાને આ ટ્વીટ ગમી નહોતી.
Sq. is essentially the most highly effective set of instruments to start out, run & develop a enterprise. Obtain Sq., begin promoting. Obtain Sq., get money to develop.
— jack (@jack) October 5, 2015
તમે માત્ર પોતાની લાલચના ગુલામઃ કંગના
જેક ડોરસીની પોસ્ટ પર કંગનાએ કહ્યું હતું, ‘ના, તમે ઊભા નથી. મુસ્લિમ દેશો તથા ચીની પ્રોપેગેંડાએ તમને પૂરી રીતે ખરીદી લીધા છે. તમે માત્રને માત્ર તમારા ફાયદા માટે ઊભા છો. બીજા લોકો જે ઈચ્છે છે, તેના પ્રત્યે તમે બેશરમ બનીને અસહિષ્ણુતા દાખવો છો. તમે તમારી લાલચના ગુલામ હોવા સિવાય કંઈ જ નથી. પછી આ પ્રચાર ના કરો. આ શરમજનક છે.’ ટ્વિટરે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું તે વાત અંગે કંગનાએ આ ટ્વીટ કરી હતી.
No you don’t,Islamists nation and Chinese language propaganda has purchased you fully, you solely stand on your petty features. You shamelessly present intolerance for something apart from what they need. U are nothing however a bit of slave of your individual greeds. Don’t preach once more its embarrassing. https://t.co/jDn97OVrHU
— Kangana Ranaut (@KanganaTeam) January 10, 2021
આ પહેલાં પણ કંગનાએ ટ્વિટરને આડેહાથ લીધું હતું
બે મહિના પહેલાં કંગનાએ ટ્વિટરને હિંદુ ફોબિક ગણાવ્યું હતું. કંગનાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘પિતા સાથે મારી એક રૅર તસવીર. અમે કોઈ વાત પર સમંત દેખાઈ રહ્યાં છીએ. જોકે, અમારા બંનેમાંથી કોઈને યાદ નથી કે તે વાત કઈ હતી. સાંભળવામાં આવ્યું છે કે સરકાર ટ્વિટર પર બૅન મૂકી શકે છે. ભારતમાં આવું થવું જરૂરી પણ છે. આપણને આ પ્રકારના વિશ્વાસઘાત આપનાર હિંદુ ફોબિક તથા એન્ટી નેશનલ પ્લેટફોર્મની જરૂર પણ નથી.’ કંગનાએ આ પોસ્ટ ત્યારે કરી હતી જ્યારે ટ્વિટરે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહને જમ્મુ-કાશ્મીરનો હિસ્સો ગણાવ્યો હતો. કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ આપી હતી. ત્યારબાદ #BANTWITTER ટ્રેન્ડ થયું હતું.
A uncommon image of my father and me lastly agreeing on one thing…. though non of us bear in mind what it was 🌹
BTW there’s a buzz that authorities would possibly ban twitter, go for it INDIA…
We don’t want Hinduphobic, antinational platforms to gag us. pic.twitter.com/k9hvgVNeSz— Kangana Ranaut (@KanganaTeam) November 13, 2020