Hit enter after type your search item
GujjuShare

Share Your Story

bollywood actress Kangana Ranaut, Sister Rangoli Chandel at Mumbai Bandra Police Station | કંગનાએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી, વીડિયોમાં કહ્યું- ‘હસવા પર પણ કેસ થઈ રહ્યાં છે’

/
/
/
2 Views


Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

આઠ જાન્યુઆરીના રોજ કંગના રનૌત બહેન રંગોલી ચંદેલ સાથે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવી હતી. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. કંગનાને આ પહેલાં ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ ભાઈના લગ્નને કારણે આવી શકી નહોતી. જો કંગના વિરુદ્ધ નક્કર પુરાવા મળે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

એક્ટ્રેસ પર હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ આ જ રીતનો એક કેસ તુમકુર (કર્ણાટક)માં પણ કરવામાં આવ્યો છે. તેની પર ખેડૂતોના અપમાનના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ પહેલાં 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે કંગના તથા રંગોલીની અરજી પર સુનાવણી કરતાં બંનેને આઠ જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

પોલીસ સ્ટેશન જતાં પહેલાં કંગનાએ વીડિયો શૅર કર્યો
કંગનાએ પોલીસ સ્ટેશન જતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, ‘જ્યારથી મે દેશહિતમાં વાત કરવાની શરૂ કરી છે, ત્યારથી મારી પર અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે. શોષણ કરવામાં આવી રહ્યું છે. આ આખો દેશ જોઈ રહ્યો છે. ગેરકાયદેસર રીતે મારું ઘર તોડવામાં આવ્યું. ખેડૂતોના હિતમાં વાત કરી તો રોજ ખબર નહીં કેટલાં કેસ કરવામાં આવી રહ્યાં છે. ત્યાં સુધી કે હસવા પર પણ એક કેસ થયેલો છે. કોરોના દરમિયાન ડૉક્ટર્સના હિતમાં વાત કરી તો મારી બહેન રંગોલી પર કેસ થયો હતો. તે કેસમાં મારું નામ પણ લેવામાં આવ્યું. તે સમયે તો હું સોશિયલ મીડિયામાં હતી પણ નહીં. તે કેસને ચીફ જસ્ટિસે રિજેક્ટ પણ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ કેસમાં કંઈ જ નથી.’

‘મને કહેવામાં આવ્યું કે તારે પોલીસ સ્ટેશન જઈને હાજરી આપવી પડશે. કઈ વાતની હાજરી, એ વાત કોઈ કહેવા તૈયાર નથી. હું સુપ્રીમ કોર્ટને પૂછવા માગું ચું કે આ શું મેડિવલ એજ (મધ્યકાળ) છે? જ્યાં મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે. હું કંઈ બોલી શકતી નથી. કંઈ કહી શકતી નથી. આ પ્રકારના અત્યાચાર દુનિયાની સામે થઈ રહ્યાં છે. જે રીતે હજારો લોહીના આંસુઓ ગુલામીમાં સહન કર્યાં હતા, જો રાષ્ટ્રવાદીની વાતોને દબાવવામાં આવી તો ફરીથી આ બધું સહન કરવું પડશે.’

કંગના પર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે
કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદે પોતાની અરજીમાં કહ્યું હતું, ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયાથી પોસ્ટ કરી હતી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે હિંદુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેણે અનેક વાંધાજનક પોસ્ટ કરી છે. આ પોસ્ટથી માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે.’ સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ રજૂ કરી છે.

આ કલમ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

  • કલમ 153 A: IPCની કલમ 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતિ વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે, આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
  • કલમ 295 A: આ કલમ હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે, જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે.
  • કલમ 124 A: જો કોઈ પણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે, જેનાથી દેશ સામે સુરક્ષાનું જોખમ ઊભું થઇ શકે છે તો તેને આજીવન કેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર-પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે.
  • કલમ 34: આ કલમ મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે, જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :