Hit enter after type your search item
GujjuShare

Share Your Story

bollywood actress Kangana Ranaut Says Maha Govt Abuses Make Aditya Pancholi & Hrithik Roshan Look Like Sort Souls | ‘છેલ્લાં થોડાં મહિનામાં મહારાષ્ટ્ર સરકારે જે ગાળો, અપમાન કર્યું, તેની સામે આદિત્ય પંચોલી, રીતિક રોશન સારા લાગવા લાગ્યા’

/
/
/
6 Views


Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કંગના રનૌતને લાગે છે કે મહારાષ્ટ્ર સરકારે તેને અપમાનિત કરી, તેનું શોષણ કર્યું તથા બદનામી કરી હતી. આ જોઈને તેને આદિત્ય પંચોલી તથા રીતિક રોશન જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. કંગનાએ આ પ્રતિક્રિયા મેયર કિશોરી પેડનેકરના તે નિવેદન પર આપી છે, જેમાં એક્ટ્રેસ માટે ‘નટી’ તથા ‘દો ટેક કી’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કંગનાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાં મહિનામાં હું મહારાષ્ટ્ર સરકારના હાથે એટલાં લીગલ કેસ, ગાળો, અપમાન તથા બદનામી સહન કરી છે કે બોલિવૂડ માફિયા તથા આદિત્ય પંચોલી, રીતિક રોશન જેવા લોકો સારા વ્યક્તિ લાગવા લાગ્યા છે. ખબર નહીં મારામાં એવું શું છે કે લોકોને આ હદે હેરાન કરે છે.’

મેયરે પોતાના નિવેદનમાં શું કહ્યું હતું?
શુક્રવાર, 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આના પર મેયર કહ્યું હતું, ‘એક નટી, જે હિમાચલમાં રહે છે. તે અહીંયા આવીને આપણાં મુંબઈને PoK કહે છે. ત્યારબાદ તેની વિરુદ્ધ ફરિયાદ થાય છે. બે રૂપિયાના લોકો કોર્ટને પણ રાજકીય અખાડો બનાવવા માગે છે. તે ખોટું છે. જેવું તેને કામ કર્યું છે, ત્યારબાદ તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં તેને કેટલી ટ્રોલ કરવામાં આવી છે. અમે કોર્ટની અવમાનના કરવા માગતી નથી. કોર્ટના જજમેન્ટનો અભ્યાસ કરીશું.’

કંગનાએ કહ્યું, આ લોકશાહીનો વિજય છે
કંગના હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ ‘થલાઈવી’નું શૂટિંગ કરી રહી છે. તેણે સેટ પરથી સોશિયલ મીડિયામાં એક થેંક્યૂ વીડિયો રિલીઝ કર્યો છે. વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, ‘મને બહુ જ સારા સમાચાર મળ્યા છે કે મારા બંગલાના ડિમોલિશનનું વર્ડિક્ટ મારી ફેવરમાં આવ્યું છે. હું હાઈકોર્ટની આભારી છું. જેમ મેં પહેલાં કહ્યું હતું કે જ્યારે કોઈ એકલી વ્યક્તિ સરકાર વિરુદ્ધ ઊભો રહે છે અને તે જીતે છે તો તે લોકતંત્રની જીત હોય છે. મને સપોર્ટ કરનાર તમામ મિત્રોનો આભાર. આ સાથે જ જે લોકોએ મારી મજાક કરી, જેઓ વિલન બન્યા તેમનો પણ આભાર, કારણ કે હું તેમના વગર હીરો બની શકત નહીં.

કોર્ટે કંગનાને સંયમથી રહેવાનું કહ્યું
કંગનાએ BMC પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. હાઈકોર્ટે નુકસાનના અંદાજ માટે સર્વેયરની નિયુક્તિ કરી છે. માર્ચ, 2021 સુધી તે કોર્ટમાં રિપોર્ટ આપશે. આ સાથે જ કંગનાને જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવાનું કહ્યું છે.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :