Bharti Singh Drug Case: Raju Srivastava Stated That Bharti’s Intoxication Was A Blemish On The Trade, Sunil Pal And Naveen Prabhakar Stated ‘We Are Additionally Getting Finger On’ | રાજુ શ્રીવાસ્તવે ભારતીનો નશો કરવો તે ઈન્ડસ્ટ્રી માટે કલંગ હોવાનું જણાવ્યું, સુનીલ પાલ અને નવીન પ્રભાકરે કહ્યું- ‘હવે અમારા પર પણ આંગળી ઉઠી રહી છે’

/
/
/
6 Views
  • Gujarati Information
  • Leisure
  • Bharti Singh Drug Case: Raju Srivastava Stated That Bharti’s Intoxication Was A Blemish On The Trade, Sunil Pal And Naveen Prabhakar Stated ‘We Are Additionally Getting Finger On’

Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન

  • કૉપી લિંક

લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહે ડ્રગ્સ લીધાના સમાચાર સાંભળીને તેમના ઘણા કો-સ્ટાર્સ ચોંકી ઉઠ્યા છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કરે કોમેડી ઈન્ડસ્ટ્રીની કેટલીક જાણીતી હસ્તિઓ સાથે વાતચીત કરી જે ભારતી સિંહ સાથે કામ કરી ચૂક્યા છે. આ કોમેડિયન્સના જણાવ્યા પ્રમાણે ભારતીના નશા કરવાના સમાચારથી ક્યાંકને ક્યાંક ઈન્ડસ્ટ્રી પર અસર થશે.

કોમેડી કરવા માટે ડ્રગ્સ લેવાની જરૂર કેમ પડીઃ રાજુ શ્રીવાસ્તવ
વાતચીત દરમિયાન લોકપ્રિય હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે ભારતીના આ કેસને કોમેડી ઈન્ડસ્ટ્રી પર કલંક ગણાવ્યો. રાજુએ કહ્યું, મને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે આ ફેક ન્યૂઝ હશે. લાગ્યું હતું કે કોઈ ડ્રગ પેડલર પકડાયો હશે અને તપાસને ડાઈવર્ટ કરવા માટે તેને ભારતી અને હર્ષનું નામ લીધું હશે. તે મારી સારી મિત્ર છે અને મને વિશ્વાસ હતો કે તે ક્યારે પણ કોઈ ખોટું કામ કરી શકે તેમ નથી. તેના લગ્નમાં અમે 3 દિવસ સુધી ગોવામાં પાર્ટી કરી હતી. પરંતુ મારો વિશ્વાસ તૂટી ગયો જ્યારે તેને ડ્રગ્સ લેવાની વાતની કબૂલાત કરી. મને ગુસ્સો આવી રહ્યો છે. તેને આ બધું કરવાની શું જરૂર છે?

તેઓ આગળ કહે છે, “ભારતી એક સામાન્ય ઘરમાંથી આવે છે. તેણે ઘણી મહેનત કરીને નામના મેળવી હતી. અમે હંમેશાં તેણી પ્રશંસા કરતા હતા કે એક ફીમેલ કોમેડિયને અમારી ઈન્ડસ્ટ્રીનું નામ આટલું રોશન કર્યું. ભારતી બધાની આઈડલ બની ગઈ હતી. લોકોએ તેને આટલું સન્માન આપ્યું અને ખબર નહીં તે કોના કહેવામાં આવીને ખોટા રસ્તે ચાલવા લાગી. ડ્રગ્સ લઈને કોમેડી કરવાની કોઈ જરૂર નથી.

આ ઘટનામી તમામ કોમેડિયન પર ખરાબ અસપ પડશેઃ રાજુ
કેસ્ટો મુખર્જીનું ઉદાહરણ આપતા રાજુ આગળ કહે છે કે, કેસ્ટો મુખર્જીએ આખી જિંદગી દારૂડિયાનો રોલ નિભાવ્યો પરંતુ ક્યારે પણ તેમને દારૂને હાથ નથી લગાવ્યો. અમારી ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ સંઘર્ષ કર્યો અને પૈસા કમાવ્યા પરંતુ ક્યારેય કોઈએ ખોટો રસ્તો પસંદ નથી કર્યો. આ ઘટનાથી માત્ર ભારતી સિંહ પર જ નહીં પરંતુ તમામ કોમેડિયન્સની કરિયર પર ખરાબ અસર પડશે. જ્યારે જ્યારે અમે ક્યાંક પરફોર્મ કરીશું તો લોકો અમને શંકાની દૃષ્ટિએ જોશે. જો અમે નોન-સ્ટોપ પરફોર્મ કરીશું તો લોકોને લાગશે કે અમે નશો કરીએ છીએ. ભારતીનો નશો કરવો તે ઈન્ડસ્ટ્રી માટે એક કલંક સમાન છે.

વિશ્વાસ નથી થઈ રહ્યો કે ભારતી આવો સી ગ્રેડ નશો કરે છેઃ સુનીલ પાલ
મને એ દિવસો યાદ છે જ્યારે તે મુંબઈ પહેલી વખત આવી હતી અને ઘણી ગભરાયેલી હતી. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના સેટ પર મેં તેને ઈન્ટ્રોડ્યુસ કરાવી હતી અને સ્ટેજ પર તે ઘણી નર્વસ હતી તે દિવસ અને આજના દિવસમાં જમીન-આસમાનનો તફાવત હતો. લોકોએ તેણે સ્ટારમાંથી સુપસ્ટાર બનાવી. મહિલાઓમાં પોતાનું નામ બનાવ્યું હતું. વિશ્વાસ નથી થઈ રહ્યો કે કામનો નશો કરનારી છોકરી ક્યારે સી ગ્રેડ નશો પણ કરશે. તેની માતા અને પરિવારના બીજા લોકો સામાન્ય છે, તેમના પર શું વીતતી હશે અત્યારે.

મને મોટો ભાઈ કહીને બોલાવે છે પરંતુ મોટા ભાઈ તરીકે હું ક્યારે સમજી ના શક્યો કે તે ખોટા રસ્તે ચાલે છે. આજે એક માણસના કારણે લોકો અમારા પર પણ શંકા કરવાનું શરૂ કરી દીધું છે. અમારા પરિવારના લોકો અમને પણ પૂછી રહ્યા છે કે ક્યાંક અમે તો કોઈ ખોટું કામ નથી કરી રહ્યાને?​​​​​​​

તેણે આ બધું કરવાની જરૂરિયાત શા માટે પડી: નવીન પ્રભાકર
ભારતીને ઘણા વર્ષોથી હું ઓળખું છું અને મને ખરેખર વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે નશો કરે છે. તે આટલા નીચલા સ્તરે આવી ગઈ છે. તેણે આ બધું કરવાની જરૂરિયાત શા માટે પડી? વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આશા રાખું છું કે આ એક પણ વાત સાચી ન હોય. બની શકે તેને કોઈ ફસાવી રહ્યું હોય. ભારતી અને હર્ષ નશો કરે છે તે વાતથી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોને ઝાટકો લાગ્યો છે. તેની ખૂબ ખરાબ અસર પડી છે.

ઉપાસના સિંહ: રિયાલીટી શોથી લઈને લાઈવ પર્ફોર્મન્સ સુધી ભારતી સાથે મેં કામ કર્યું છે. મને ઘણો શોક લાગ્યો કે તે ડ્રગ્સના કેસમાં પકડાઈ છે. હું વિચારી પણ નથી શકતી કે મારી આસપાસના લોકો સાથે આવું કંઈ થઈ શકે છે. મારા મત પ્રમાણે કોમેડી કરવું એટલું મુશ્કેલ નથી કે આપણને ડ્રગ્સ માટે કોમેડી કરવી પડે. સમજાઈ નથી રહ્યું કે ભારતીએ આ શા માટે કર્યું તેણે ખોટું કર્યું છે.

ભારતીના ન્યૂઝ સાંભળી મારો પરિવાર મારા પર શંકા કરે છે: પરિતોષ
આ સમાચારને 2 દિવસ થઈ ગયા છે મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. ભારતી સિંહની ધરપકડ થઈ છે તેનાથી વધારે શોકિંગ વાત શું હોઈ શકે છે. વિચિત્ર લાગી રહ્યું છે. મેં તેની સાથે ઘણા કામ કર્યા છે અને ક્યારેય પણ આવું કંઈક મારી આંખેથી નથી જોયું. તે સાધારણ છોકરી છે ખબર નહી કેવી રીતે તે આ બધામાં ફંસાઈ ગઈ. અમારા જેવા નાના શહેરના લોકોને ઘણા વિશ્વાસ સાથે પરિવાર મુંબઈ જેવા શહેરમાં મોકલે છે અને આ સમાચાર સાંભળી તેઓ મારા પર પણ શંકા કરી રહ્યા છે. તેની ખરાબ અસર પડી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :