Apne 2 The movie will see the Deol household with three generations, to be launched on Diwali subsequent yr | ફિલ્મમાં દેઓલ પરિવારની ત્રણ પેઢી સાથે જોવા મળશે, આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ7 મિનિટ પહેલા
- કૉપી લિંક
વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘અપને’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને દર્શકોને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી હતી. હવે દેઓલ આ ફિલ્મની સિક્વલ બનાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ધર્મેન્દ્ર, સની, બોબી તથા કરન દેઓલે ફિલ્મ અંગેની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં દેઓલ પરિવારની ત્રણ પેઢી જોવા મળશે.
ફિલ્મને અનિલ શર્મા ડિરેક્ટ કરશે અને આવતા વર્ષે માર્ચમાં ફિલ્મ ફ્લોર પર જશે. આવતા વર્ષે દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ તથા લંડનમાં કરવામાં આવશે. ફિલ્મના બાકી કલાકારોની પસંદગી તથા પ્રી પ્રોડક્શનના કામ ઝડપથી આટોપી લેવામાં આવશે.
ધર્મેન્દ્રે કહ્યું હતું, ‘અપને’ તેમના જીવનની સૌથી બેસ્ટ ફિલ્મ છે. હવે હું પૂરા પરિવાર – મારા દીકરાઓ સની-બોબી તથા મારો પૌત્ર કરન સાથે શૂટિંગ કરશે.’
ઉલ્લેખનીય છે કે ‘અપને’માં ધર્મેન્દ્રે પૂર્વ બોક્સર બલદેવ ચૌધરીનો રોલ પ્લે કર્યો હતો. તેના પુત્ર અંગદ તથા કરન પણ બોક્સર હતાં. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, કેટરીના કૈફ, વિક્ટર બેનર્જી તથા દિવ્યા દત્તા મહત્ત્વના રોલમાં હતાં.