Akshay Kumar, who has acted in additional than 100 movies, will now play the function of a Muslim for the fifth time | 100થી વધુ ફિલ્મમાં કામ કરનાર અક્ષય કુમાર હવે પાંચમીવાર મુસ્લિમનું પાત્ર ભજવશે
Adsથી પરેશાન છો? Adverts વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ18 મિનિટ પહેલાલેખક: અમિત કર્ણ
- કૉપી લિંક
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કરનાર અક્ષય કુમાર પાંચમીવાર મુસ્લિમના પાત્રમાં જોવા મળશે. અત્યાર સુધી અક્ષય કુમારે ‘ઈન્સાન’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘ઢિશૂમ’ તથા ‘લક્ષ્મી’માં મુસ્લિમ પાત્ર ભજવ્યું હતું. ‘લક્ષ્મી’ પહેલાંના મુસ્લિમ પાત્રો સામે કોઈ વાંધો નહોતો. જોકે, ‘લક્ષ્મી’માં અક્ષય કુમાર પર લવ જેહાદને પ્રમોટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફિલ્મ વિવાદમાં રહી હતી. હવે ‘અતરંગી રે’માં ફરી એકવાર અક્ષય કુમાર મુસ્લિમ યુવકના રોલમાં જોવા મળશે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું હતું કે અક્ષય કુમાર ફિલ્મમાં સજ્જાદ અલીના પાત્રમાં જોવા મળશે. તે દુનિયાની મોહમાયામાં બંધાયેલો રહેવા માગતો નથી, પરંતુ સારા અલી ખાનનું પાત્ર સજ્જાદને પ્રેમ કરે છે. અહીંયા પણ વિરોધનો ડર રહેલો છે. જોકે, ફિલ્મની વાર્તા પ્રમાણે, અક્ષય કુમારનું પાત્ર મુસ્લિમ છે. સજ્જાદ જાદુગર છે. હાલમાં જ આગ્રામાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું. અહીંયા સજ્જાદ પોતાના જાદુથી તાજમહલને ગાયબ કરે છે.
અક્ષય કુમાર શાહજહાંના લુકમાં જોવા મળ્યો હતો
અક્ષય કુમારે તાજમહેલમાં ‘અતરંગી રે’નું શૂટિંગ કર્યું હતું. અહીંયા તે શાહજહાંના લુકમાં જોવા મળ્યો હતો.
સારા પહેલી જ વાર અક્ષય-ધનુષ સાથે કામ કરશે
આનંદ એલ રાયની ફિલ્મમાં સારા પહેલી જ વાર અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળશે. ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાંશુ શર્માએ લખ્યા છે.