5 years in the past Bharti said- Medicine are dangerous to well being, now if he’s arrested individuals are making enjoyable of him | 5 વર્ષ પહેલા ભારતીએ કહ્યું હતું કે- ડ્રગ્સ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, હવે જ્યારે ધરપકડ થઈ તો લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે

/
/
/
10 Views

Adsથી પરેશાન છો? Advertisements વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. કોમેડિયનની 2015ની એક ટ્વીટ વાઈરલ થઈ રહી છે, જેમાં તેણે લોકોને ડ્રગ્સ ન લેવાની સલાહ આપી હતી. ભારતીએ જુલાઈ 2015ના રોજ પોતાની ટ્વિટમાં લખ્યું હતું, “પ્લિઝ ડ્રગ્સ લેવાનું બંધ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

સોશિયલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યા છે
શનિવારે જ્યારે સામે આવ્યું કે ડ્રગ્સ લેવાના આરોપમાં ભારતી સિંહને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી છે તો એક સોશિયલ મીડિયા યુઝરે તેમની જૂની ટ્વિટ શેર કરી અને લખ્યું, “5 વર્ષ પહેલા ભારતી સિંહ ડ્રગ્સ પર જ્ઞાન આપતી હતી.”

એક અન્ય યુઝરે આ ટ્વીટ શેર કરતા લખ્યું, “આ ટ્વિટ સાબિત કરે છે કે ભારતી સિંહ ખરેખર કોમેડિયન છે. મસ્ત જોક માર્યો.”

એક યુઝરની કમેન્ટ છે, “આ ટ્વિટ પણ માલ ફૂંકીને કરી હતી કે શું?”

કેવી રીતે ડ્રગ્સ કેસમાં ભારતી-હર્ષનું નામ આવ્યું?
શુક્રવારે એક ડ્રગ પેડલરે NCBની પૂછપરછમાં ભારતી અને હર્ષનું નામ લીધું હતું. ત્યારબાદ NCBએ શનિવાર સવારે કોમેડિયનના અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ઘર અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો.

જ્યારે NCB દ્વારા ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી તો ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવાર સાંજે ભારતીની ધરપકડ કરવામાં આવી. જ્યારે પતિ હર્ષની લગભગ 18 કલાક પૂછપરછ કરવામાં આવી અને રવિવાર સવારે NCBએ તેની પણ ધરપકડ કરી.

6 મહિનાની જેલ થઈ શકે છે
NCBના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતી સિંહના ઘરે મળી આવેલા ગાંજાની માત્રા કાયદા હેઠળ ઓછી છે. એક કિલો સુધીના ગાંજાને લો ક્વોન્ટિટેટિવ માનવામાં આવે છે. આવા કેસમાં 6 મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


The maximum upload file size: 64 MB.
You can upload: image, audio, video, document, text, other.
Links to YouTube, Facebook, Twitter and other services inserted in the comment text will be automatically embedded.

This div height required for enabling the sticky sidebar
Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views : Ad Clicks :Ad Views :