રાહુલ ગાંધીએ કહ્યુ જો હું PM હોત તો વિકાસના બદલે નોકરી પર ફોકસ કરત, જણાવ્યુ કોંગ્રેસ કેમ નથી જીતી રહી ચૂંટણી | If I used to be PM would deal with jobs relatively than development says Rahul Gandhi to Nicholas Burns


મને 9 ટકા આર્થિક વૃદ્ધિમાં કોઈ રસ નથીઃ રાહુલ ગાંધી

મને 9 ટકા આર્થિક વૃદ્ધિમાં કોઈ રસ નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ઑનલાઈન ચર્ચા દરમિયાન કહ્યુ, ‘હું ગ્રોથ-સેંટ્રિક આઈડિયાથી જૉબ-સેંટ્રિક આઈડિયા તરફ વધીશ. હું કહીશ કે આપણને ગ્રોથની જરૂર છે પરંતુ પ્રોડક્શન અને જૉબ ક્રિએશન અને વેલ્યુ એડિશનને આગળ વધારવાની આપણે વધુ જરૂર છે.’ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા પર તેઓ કઈ નીતિઓને પ્રાથમિકતા આપશે? હાવર્ડ કેનેડી સ્કૂલના એમ્બેસેડર નિકોલસ બર્ન દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ, ‘જો દેશમાં લોકોને રોજગાર ન મળતો હોય તો મને 9 ટકા આર્થિક વૃદ્ધિમાં કોઈ રસ નથી, જો તમે નોકરીઓનુ સર્જન ન કરી શકતા હોય તો દેશની અર્થવ્યવસ્થાા વિકાસનો કોઈ અર્થ નથી. વર્તમાનમાં જો આપણા દેશના વિકાસને જોઈએ તો મને લાગે છે કે વિકાસ અને નોકરી વચ્ચે એક પ્રકારનો સંબંધ હોવો જોઈએ. ચીન વેલ્યુ એડિશનમાં લીડ કરી રહ્યુ છે. હું આજ સુધી ક્યારેય એવા ચીની નેતાને નથી મળ્યો જે મને કહે કે અમારે ત્યાં જૉબ ક્રિએશનની મુશ્કેલી છે.’

રાહુલ ગાંધીએ જણાવ્યુ છેવટે કેમ કોઈ પાર્ટી ચૂંટણી નથી જીતી રહી?

રાહુલ ગાંધીએ જણાવ્યુ છેવટે કેમ કોઈ પાર્ટી ચૂંટણી નથી જીતી રહી?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ, ‘તમામ લોકતાંત્રિક સંસ્થાઓ પર આજે ભારતમાં ભાજપે કબ્જો કરી લીધો છે. ભારતમાં ભાજપને છોડીને કોઈ પણ ચૂંટણી નથી જીતી રહ્યુ. એકલુ કોંગ્રેસ જ નહિ, બસપા, સપા, રાકાંપા જેવી અન્ય પાર્ટીઓ પણ ચૂંટણી નથી જીતી રહી કારણકે કોઈ પણ ચૂંટણી જીતવાની સ્થિતિમાં નથી.’ રાહુલ ગાંધીએ કહ્યુ, ચૂંટણી લડવા માટે સંસ્થાગત ઢાંચાની જરૂર પડે છે. જે સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્રને ચલાવવામાં મદદ કરે છે. પરંતુ અહીં તો તેમને સંપૂર્ણપણે કબ્જામાં લઈ લેવામાં આવી છે. ભાજપપાસે પૂર્ણ નાણાકીય અને મીડિયા પ્રભુત્વ છે.

2014 બાદ આખુ પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયુ છે

2014 બાદ આખુ પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયુ છે

રાહુલ ગાંધીએ કહ્યુ, ‘ચૂંટણી લડવા માટે, મારે સંસ્થાગત સંરચનાઓની જરૂર છે, મારે એક ન્યાયિક પ્રણાલીની જરૂર છે જે મને બચાવે છે, મારે એક મીડિયાની જરૂર છે જે સ્વતંત્ર હોય, મારે આર્થિક સમતાની જરૂર છે, મારે સંરચનાઓને એક આખો સેટ જોઈએ જે વાસ્તવમાં મને એક રાજકીય પાર્ટી સંચાલિત કરવાની અનુમતિ આપી શકે પરંતુ આ સ્થિતિ છે જ નહિ. 2014 બાદ આખુ પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયુ છે.’

આ મહિને પીક પર હશે કોરોના, મિની લૉકડાઉનની જરૂરઃ ડૉ. ગુલેરિયાSource link