રાકેશ ટિકૈત ગુજરાતમાં : ખેડૂત આંદોલનમાં ગુજરાતી ખેડૂતોનું સમર્થન મેળવવા કેવી છે યોજના? | Rakesh Tikait in Gujarat: What’s the plan to get the assist of Gujarati farmers within the farmers’ motion?


Gujarat

-BBC Gujarati

By BBC Information ગુજરાતી

|

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં દેશભરના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ખેડૂતનેતા રાકેશ ટિકૈત ચાર અને પાંચ એપ્રિલે એમ બે દિવસ ગુજરાતમાં છે.

ગુજરાત કૉંગ્રેસે ટિકૈતની આ ગુજરાત મુલાકાતનું સમર્થન કર્યું છે. રાકેશ ટિકૈત અંબાજીધામથી તેમની ગુજરાત યાત્રાની શરૂઆત કરશે.

રાજેશ ટિકૈતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં આવીને ‘ગુજરાતના ખેડૂતોને આઝાદ’ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદે ચાલતાં આંદોલનમાં ભાગ લેવા માટે અગાઉ ગુજરાતથી પણ ખેડૂતો આવ્યા હતા અને એ ખેડૂતોનું કહેવું હતું કે તેમને સરકાર દ્વારા રોકવાની કોશિશ થઈ હતી.

ખેડૂત આંદોલનને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. કેન્દ્ર સરકાર કહે છે કે નવા કૃષિકાયદાઓ ખેડૂતોનાં હિતમાં છે, પણ ખેડૂતોને ભય છે કે આ કાયદાઓથી તેઓ પાયમાલ થઈ જશે.

ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા કાયદાઓને કાળા કાયદાઓ ગણાવે છે અને તેને પાછા લેવાની તથા પાકની એમએસપીને કાયદેસર કરવાની માગ કરે છે.


ગુજરાતમાં ખેડૂત આંદોલનની સ્થિતિ

https://www.youtube.com/watch?v=RHq0Po9HFwA

રાકેશ ટિકૈત હાલમાં દેશના અલગઅલગ ભાગોમાં પંચાયતો યોજી રહ્યા છે. રાજસ્થાન બાદ તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે.

જોકે ગુજરાતમાં કૃષિકાયદાઓ સામે વિરોધનો સૂર ઓછો સંભળાઈ રહ્યો છે.

ગુજરાતના ખેડૂતોએ ‘કિસાન સંઘર્ષ મંચ’ તૈયાર કર્યો છે. વિવિધ ખેડૂત સંગઠનોએ એક મંચ પર આવીને આ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે. સુરેન્દ્રનગરના મેરા ગામમાં તેની પહેલી બેઠક મળી હતી.

આ નવા સંગઠિત મંચના સભ્યોનું કહેવું છે કે “હવે રાજ્યમાં તેઓ ખેડૂતોને સંગઠિત કરશે અને નવા કૃષિકાયદાનો વિરોધ કરશે તથા સરકારની અવાજ દબાવવાની કોશિશોની સામે લડત ચલાવશે.”

રાકેશ ટિકૈતે કહ્યું હતું, “હું ગુજરાતને આઝાદ કરવા માટે જઈ રહ્યો છું. ત્યાંના ખેડૂતો, અધિકારીઓને આઝાદ કરવાના છે. ઘણા લોકો ગુજરાતમાં બંધનમાં છે.”

તેમણે આરોપ મુક્યો હતો, “ગુજરાતથી જે કોઈ લોકો આવે છે એ છુપાઈને અહીં (આંદોલનસ્થળે) આવે છે. જો તેઓ આવે તો તેમને જેલમાં બંધ કરવામાં આવે છે.”

અગાઉ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીર સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ પત્રકારપરિષદ યોજી રહ્યા હતા અને એ સમયે તેમની અટકાયત કરાઈ હતી.

પોલીસનું કહેવું હતું કે પત્રકારપરિષદ માટેની પરવાનગી નહોતી લેવાઈ.


રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ

https://www.youtube.com/watch?v=nPG9Vq4Stc8

ખેડૂતનેતા રાકેશ ટિકૈત બે દિવસ ચાર અને પાંચ એપ્રિલે ગુજરાત આવવાના છે. તેઓ અંબાજીમંદિરે દર્શન કરીને તેમની યાત્રાનો પ્રારંભ કરશે.

અંબાજીમાં કિસાન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં પાલનપુરમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.

બાદમાં રાકેશ ટિકૈત ઊંઝામાં ઉમિયામંદિરમાં પણ દર્શન કરવા જશે.

બીજા દિવસે તેઓ અમદાવાદના ગાંધીઆશ્રમમાં પહોંચશે, તેમજ કરમસદમાં સરદાર નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.

બાદમાં રાકેશ ટિકૈત વડોદરામાં ગુરુદ્વારાનાં દર્શન જશે અને બપોરે બારડોલીમાં સ્વરાજ આશ્રમ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે.https://www.youtube.com/watch?v=1r_SvnxT5Ho

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Source link