દેશમાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક 1.26 લાખથી વધુ નવા કેસ આવ્યા સામે, 685 લોકોના મોત | Coronavirus Replace: New 1,26,789 covid-19 instances, 685 misplaced his lives in final 24 hours in India.


India

oi-Manisha Zinzuwadia

|

ભારતમાં કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1.26 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ દેશમાં કોરોના મહામારી ફેલાવાની શરૂઆત થયા બાદથી અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસમાં આવનાર કેસ છે. દેશમાં હાલમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,29,28,574 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલના અમુક દિવસોમાં આ ત્રીજી વાર થયુ છે જ્યારે કોરોના વાયરસના એક દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. મંત્રાલય દ્વારા ગુરુવારે(Eight એપ્રિલ) સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,26,789 નવા કેસ મળ્યા છે અને 685 લોકોના મોત થયા છે. કોરોના મહામારીથી દેશમાં અત્યાર સુધી 1,66,862 લોકોના મોત થઈ ગયા છે.

દેશમાં હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 9,10,319 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,18,51,393 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,258 લોકો રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધી 9,01,98,673 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. દેશમાં સતત 29માં દિવસે કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સરખામણીમાં જો કુલ કેસો સાથે કરવામાં આવે તો એ 6.59 ટકા છે.

દેશમાં કોરોનાનો ઈલાજ કરાવી રહેલા સક્રિય દર્દીઓની સંખ્યા 12 ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછી હતી. 12 ફેબ્રુઆરી 2021ના રોજ દેશમાં આ સંખ્યા 1,35,926 હતી કે જે સંક્રમણના કુલ કેસોના 1.25 ટકા હતી. કોરોનાની બીજી લહેરમાં લોકોનો રિકવરી રેટ પણ ઘટીને 92.11 ટકા થઈ ગયો છે. દેશમાં ડેથ રેટ પણ 1.30 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. ત્યારબાદ તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, દિલ્લી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશમાં કેસોની સંખ્યા વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી જે લોકોના કોવિડથી મોત થયા છે તેમાંથી 70 ટકાથી વધુને કોઈ અન્ય બિમારીઓ હતી.

ન્યૂઝીલેન્ડે ભારતીયોની એન્ટ્રી પર 28 એપ્રિલ સુધી લગાવી રોકSource link