તમિલનાડુ ચૂંટણીઃ દિવસે રેલી અને રોડ શો બાદ રાતે અચાનક ઢાબામાં જમવા પહોંચ્યા અમિત શાહ | Amit Shah enjoys dinner at highway facet dhaba in Tamil Nadu after rally and roadshow.ચેન્નઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે(1 એપ્રિલ) તમિલનાડુના પ્રવાસ પર હતા. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 માટે અમિત શાહે ગુરુવારે દિવસે એક પછી એક ઘણી ચૂંટણી રેલીઓ અને રોડ શો કર્યા. દિવસભરના બિઝી શિડ્યુલ બાદ અમિત શાહ રાતે અચાનક છાબામાં જમવા પહોંચ્યા. જેના ફોટા તમિલનાડુ ભાજપે પોતાના અધિકૃત પેજ પર શેર કર્યા છે. અમિત શાહના ઢાબામાં જમતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. અમિત શાહ સામાન્ય માણસની જેમ ઢાબામાં જમ્યા. તેમના માટે કોઈ પણ પ્રકારની વીવીઆઈપી અરેન્જમેન્ટ કરવામાં આવી નહોતી. ફોટા જોઈને એવુ લાગે છે કે જાણે અમિત શાહ અચાનક જ ઢાબા પર જમના પહોંચી ગયા હતા. અમિત શાહ તમિલનાડુ પહેલા પુડુચેરીમાં પણ પ્રચાર કરવા માટે ગયા હતા.

રોડ સાઈડ ઢાબા પર જમવા પહોંચ્યા અમિત શાહ

મીડિયા રિપોર્ટ મુજબ અમિત શાહે તમિલનાડુના કૃષ્ણરાયપુરમના ઢાબા પર રાતે ડિનર કર્યુ. આ દરમિયાન અમિત શાહ સાથે રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ સહિત બે અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. ભાજપ તમિલનાડુના ટ્વિટર હેન્ડલથી અમિત શાહે ડિનરના અમુક ફોટા શેર કર્યા છે. ફોટા શેર કરીને લખવામાં આવ્યુ છે કે ગૃહમંત્રી અમિત શાહે કૃષ્ણરાયપુરમ-કરુર-ત્રિચી રોડ સાઈડના ઢાબામાં રાતે ડિનર કર્યુ. ફોટામાં અમિત શાહ એક મહિલાને ઑટોગ્રાફ આપતા પણ દેખાય છે.Source link