કોરોના અપડેટઃ 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ 89,129 કોવિડ કેસ, 714 નવા મોત, જાણો લેટેસ્ટ આંકડા | Coronavirus Replace: 89,129 New Covid-19 instances, 714 demise on third april in India. Knoe the most recent replace.ભારતમાં કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી વધી રહી છે. શનિવારે(three એપ્રિલ) આ વર્ષના અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 89,129 નવા કોરોના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં વર્ષના સૌથી વધુ 714 લોકોના મોત થયા છે. કોરોનાના દૈનિક કેસોમાં આ સંખ્યા રેકૉર્ડ તોડ છે. શનિવારે(three એપ્રિલ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 89,129 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,23,92,260 થઈ ગઈ છે. વળી, કોરોના મહામારીથી કુલ 1,64,110 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 6,58,900 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,15,69,241 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 44,202 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન હેઠળ 7,30,54,295 લોકોને કોવિડ-19 રસી લગાવવામાં આવી છે.Source link